દેશભરમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી વધી રહ્યા છે.
દક્ષિણ ભારતમાં કોવિડ 19ના સંક્રમણથી દર્દીના મોત થવાના મામલા સામે આવી રહયા છે ત્યારે ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના દર્દીનું મોત થતા તંત્ર એક્શનમાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતાં 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે.
મૃતક મહિલા અક્ષરકૃપા હોસ્પિટલમાં દાખલ હતા.
મહિલાને કોમોર્બિડિટીઝ હતું. કોરોનાની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે,અમદાવાદમાં કોરોનાના નવા બે કેસ સાથે કુલ 35 કેસ એક્ટિવ છે.
તમામ કેસો નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે.
મોટા ભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. 35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે,બહારથી અમદાવાદ આવેલા લોકો બીમાર પડ્યા બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હોય છે અને કોરોના પોઝિટિવ આવી રહ્યા છે
અમદાવાદમાં હાલ કોરોના વાયરસના 35 એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોનમાં 2 કેસ, પશ્ચિમ ઝોનમાં 14 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11 કેસ, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 5 કેસ, દક્ષિણ ઝોનમાં 3 કેસ છે.
અમદાવાદમાં વધુ બે નવા કેસ નોધાયા હતા,જેમાં 1 પુરૂષ અને 1 મહિલા દર્દી નો સમાવેશ થાય છે અમદાવાદના સરખેજ અને રાણીપમાં નવા કેસ સામે આવ્યા છે. જેમાં 1 વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપોરની સામે આવી છે. હાલ 34 લોકોને હોમઆઈસોલેશન કર્યા છે,જ્યારે 1 હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શહેરમાં કોરોનાનાં 35 એક્ટિવ કેસ છે.
નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે. જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે દેશમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા છે.
જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા 4,100ને પાર કરી ગઈ છે.
દરમિયાન કર્ણાટકમાં કોરોના સંક્રમણને કારણે ત્રણ દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, 293 કોરોના દર્દીઓને પણ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં દેશમાં 4,170 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 3,096 એકલા કેરળમાં છે. હાલમાં દેશના 21 રાજ્યોમાંથી કોરોના પ્રસરી ચુક્યો છે.
લોકોને ભીડવાળી જગ્યાએ નહિ જવા અને માસ્ક પહેરવા ફરી જાહેર અપીલ કરવામાં આવી રહી છે.