ગુજરાત સહિત દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હાલ ગુજરાતમાં રોકાયેલા ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
જે રીતે અહેવાલો સામે આવી રહયા છે તે મુજબ અમદાવાદમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે શાહરુખખાનની તબિયત લથડતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે શાહરૂખ ખાન હાલ IPL 2024 ક્વોલિફાયર 1 માં તેમની ટીમ KKR ને સપોર્ટ કરવા અમદાવાદમાં હતા ગઈકાલે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમની ટીમનો ઉત્સાહ વધારવા માટે તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
દરમિયાન અભિનેતા ગઈકાલે આઈપીએલનો પહેલો પ્લે-ઓફ જોવા માટે અમદાવાદ આવ્યો હતા.
આ મેચમાં કિંગ ખાનની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેચ બાદ તે અમદાવાદની એક હોટલ પહોંચ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજા દિવસે એટલે કે આજે 22મી મેની બપોરે શાહરૂખની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેને સારવાર માટે ઉતાવળમાં કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે, અભિનેતાને થોડો સમય આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક આવતા તે બીમાર પડતા તેઓને કેડી હોસ્પિટલમાં લઈ જ જવાયા હતા.