અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ફિલ્મસ્ટાર શાહરુખ ખાનને ડોકટરો એ આરામ કરવાની સલાહ આપતા તેઓ હજુપણ હોસ્પિટલમાં છે અને ત્યાંથી રજા અપાયા બાદ બપોર પછી 3 વાગ્યે અમદાવાદથી મુંબઈ જવા રવાના થઈ શકે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ હોય પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને અમદાવાદના ભારે તડકામાં લૂ લાગી જતાં ગઈકાલે બુધવારે બપોરે KD હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં પ્રાથમિક સારવાર બાદ આરામ કરવાની સલાહ અપાતા તેઓને પ્રેસિડેન્સિયલ સ્યૂટમાં રાખવામાં આવ્યા છે, અહીં દર્દી સહિત તેઓના રિલેટીવ પણ આરામ કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
દરમિયાન શાહરુખના પત્ની ગૌરીખાન તેમજ શાહરૂખના ટીમ પાર્ટનર જુહી ચાવલા હોસ્પિટલ દોડી આવ્યા હતા,શાહરૂખની તબિયત અને ખબર અંતર પૂછ્યા બાદ જુહી ચાવલા ત્યાંથી રવાના થયા હતા.
જોકે,શાહરુખ ખાનની તબિયત હાલ સ્થિર છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
આજે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કે.ડી. હોસ્પિટલના આઠમા માળે વીઆઈપી રૂમ નંબર 839માં ત્યાં શાહરુખ ખાન એડમીટ છે.
શાહરુખ ખાને હાઈ ગ્રેડ ફિવર હોવાનું જણાતા જ તેમને હોટલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં વાઇરલ ઇન્ફેક્શન, ફેફસામાં અસર જણાતા સારવાર કરવામાં આવી હતી અને શાહરુખ ખાનને શ્વાસ અને ફ્લૂને લગતા પ્રિવેન્ટિવ પગલાં લઈને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

મહત્વનું છે કે અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ જારી છે ત્યારે બુધવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ અને આ દિવસે ફિલ્મસ્ટાર શાહરુખ ખાનને લુ લાગી જતા તેઓને હોસ્પિટલમાં એડમીટ કરવાની ફરજ પડી હતી.