હિન્દી ફિલ્મ જગતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયતને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે, આજે સવારે તેઓની સર્જરી કરવામાં આવી હોવાના અહેવાલ છે.
અમિતાભને મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અમિતાભને આજે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
જોકે,આ મામલે હજુસુધી અમિતાભ બચ્ચન પરિવાર તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે.