બે વિદ્યાર્થીઓ નકલી ડિગ્રી સાથે ઓસ્ટ્રેલિયા પહોંચવા માગતા વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું , CID ક્રાઇમના 18 સ્થળે દરોડા પાડીને તપાસ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને નકલી ડિગ્રીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમે અમદાવાદ-ગાંધીનગરમાં 18 સ્થળે દરોડા પાડ્યા છે. જેમાં અસલી ડિગ્રી ઉમેદવારો પાસેથી પડાવીને નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. બે વિદ્યાર્થીઓ સામેની તપાસ દરમિયાન સીઆઇડી ક્રાઇમને આ કૌભાંડ હાથ લાગ્યું હતું.
CID ક્રાઇમ દ્વારા ગાંધીનગરની કુડાસણ ખાતે આવેલી ઉમિયા ઓવરસીઝના વિશાલ પટેલ સામે તપાસ કરવામાં આવી રહી છે. જે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આંબાવાડીમાં વિસ્તારમાં આવેલી નેપચ્યુન એજયુકેશ કન્સલ્ટન્સીમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં CID ક્રાઈમના દરોડા પડ્યા હતા. જેમાં મિહિર રામી અને સચિન ચૌધરી નામના બે શખ્સોના ડુપ્લિકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા. જેમાં એજ્યુકેશનથી લઈને બેંકના લોન સેકશન લેટર પણ મળ્યા હતા. આ ડુપ્લિકેટ દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યું કે, તમામ ડોક્યુમેન્ટ વિશાલ પટેલ નામના શખ્સે બનાવ્યા છે. જે કુડાસણ ખાતે આવેલી ઉમિયા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સી ધરાવે છે.
કૌભાંડની વિગત પ્રમાણે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલા બે વિદ્યાર્થીએ વિઝા કન્સલ્ટન્ટને પોતાના એજ્યુકેશન ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. જેમાં ધોરણ 10, 12ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિતના અસલી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, પરંતુ સીઆઈડી ક્રાઇમની તપાસમાં બંને વિદ્યાર્થી નકલી ડોક્યુમેન્ટ્સના આધારે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. , જેથી પોલીસે વિઝા કન્સલ્ટન્ટ સામે ગુનો નોંધી અસલી અને નકલી ડોક્યુમેન્ટ્સના વધુ એક કૌભાંડની તપાસ શરૂ કરી હતી.
આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. મહત્વનું છે કે, CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું છે.