ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બ્રિટને તપાસ શરૂ કરી, પશ્ચિમ દેશો સામે ચીનની નવી ચાલબાજી

ચીનના એક અધમ કૃત્યથી પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન વિદેશી સેનામાં રિટાયર્ડ (નિવૃત્ત) સૈનિકોની ભરતી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભરતી પોતાના જ સૈનિકોને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવી રહી છે. આવા સમાચારો પછી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો એક્શનમાં આવ્યા છે. પશ્ચિમી દેશો તેમના નિવૃત્ત સૈન્ય અધિકારીઓની કથિત ભરતીની તપાસ કરવા દબાણ હેઠળ છે.

ગયા મહિને, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ (એનવાયટી) એ અહેવાલ આપ્યો હતો કે ચીને પીપલ્સ લિબરેશન આર્મીમાં પાઇલોટ્સને તાલીમ આપવા માટે લગભગ 30 નિવૃત્ત બ્રિટિશ લશ્કરી પાઇલટ્સની ભરતી કરી છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ માટે લખતા, કટારલેખક વેલેરીયો ફેબ્રીએ કહ્યું કે ચીનના એજન્ટો દક્ષિણ આફ્રિકાથી કામ કરી રહ્યા છે. તેઓ કથિત રીતે પશ્ચિમી દેશોમાંથી નિવૃત્ત લશ્કરી અધિકારીઓની ભરતી કરી રહ્યા છે.

આ ભરતીઓની તપાસ માટે દેશો પર દબાણ વધી રહ્યું છે. તેણે કહ્યું, “બ્રિટને આ પ્રકારની ભરતીઓ શોધી કાઢી અને તપાસ શરૂ કરી છે. હવે, યુકે પાસેથી શીખીને, ઓસ્ટ્રેલિયન આર્મી પણ મોટા પગલાં લઈ રહી છે. ઓસ્ટ્રેલિયન આર્મીના ભૂતપૂર્વ પાઇલટ્સે સ્વીકાર્યું છે કે તેઓએ ચીનમાં કામ કર્યું છે. “તેમણે ટ્રેનિંગ આપી છે. હવે ઓસ્ટ્રેલિયા આ અહેવાલોની તપાસ કરી રહ્યું છે.

આ વર્ષે ઓક્ટોબરમાં, યુકેના સંરક્ષણ મંત્રાલયે ધમકી ચેતવણી જારી કરી હતી. બ્રિટને કહ્યું હતું કે આવી ભરતીથી તેની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો બની શકે છે. યુકે સરકારના જણાવ્યા અનુસાર, ચીન થર્ડ પાર્ટી મારફત બ્રિટિશ પાઈલટોની ભરતી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ચીનના આ પગલાને રોકવા માટે સહયોગી દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. ચીન કથિત રીતે બ્રિટિશ રોયલ એરફોર્સ અને અન્ય સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સભ્યોની ભરતી કરી રહ્યું છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમે ચીનની ભરતીની યોજનાને રોકવા માટે નિર્ણાયક પગલાં લઈ રહ્યા છીએ. પ્રયાસ કરી રહ્યા છીએ.” ચીન દક્ષિણ આફ્રિકાની કંપની ટેસ્ટ ફ્લાઈંગ એકેડમી ઓફ સાઉથ આફ્રિકા (TFASA) દ્વારા તેની હરકતો કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ TFASA ચીની સેનાના પાયલટોને ટ્રેનિંગ આપવા માટે મોટી રકમ ખર્ચીને અન્ય દેશોના પાયલટોની ભરતી કરી રહી છે. કંપની દર વર્ષે USD 270,000 ના આકર્ષક કોન્ટ્રાક્ટ દ્વારા મોટા ભાગના પાઇલોટ્સને હાયર કરી રહી છે.

મીડિયા અહેવાલોને ટાંકીને, ફેબ્રીએ જણાવ્યું હતું કે TFASA ચીનની સૌથી મોટી સરકારી માલિકીની એરોનોટિકલ કંપનીઓમાંની એક AVIC સાથે સંયુક્ત સાહસ તરીકે દક્ષિણ આફ્રિકામાં ચાઇનીઝ એરલાઇન પાઇલટ્સ માટે ફ્લાઇટ સ્કૂલ પણ ચલાવે છે. TFASA નો ઉપયોગ કરીને, ચીને એવા વ્યક્તિઓને નિશાન બનાવ્યા કે જેમની પાસે તેમના દેશોની સંરક્ષણ સંસ્થાઓની નજીક અને સીધી પહોંચ હતી. બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ પણ આ અહેવાલોની તપાસ શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રધાન રિચર્ડ માર્લ્સે કહ્યું કે તેમણે આવા દાવાઓની તપાસ માટે કહ્યું છે.