અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અમેરિકામાં ભારે ઉત્સાહ છે અહીં હ્યુસ્ટન અને મિશિગનમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ શ્રદ્ધાળુએ ત્રણ ધ્વજ સાથે ભારે ઉત્સાહથી કાર રેલી યોજી શ્રી રામના નારા લગાવ્યા હતા.
હ્યુસ્ટનમાં હિંદુ અમેરિકન સમુદાયના સભ્યોએ ‘જય શ્રી રામ’ના સ્તોત્રો અને નારાઓ વચ્ચે એક વિશાળ કાર રેલી કાઢી હતી,આ રેલી રસ્તામાં 11 મંદિરો પાસે રોકાઈ હતી.
અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા મંદિર પ્રશાસનને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે ભક્તોએ શ્રીરામ મંદિર, ભારતીય ધ્વજ અને અમેરિકન ધ્વજના ચિત્રો સાથેના ભગવા બેનરો સાથે 216 કારની રેલી કાઢી હતી.
આ રેલીએ સો માઈલનું અંતર કાપ્યું હતું. આ રેલીને હ્યુસ્ટનના પરોપકારી જુગલ માલાણી દ્વારા શ્રી મીનાક્ષી મંદિરથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી અને તે બપોરે રિચમન્ડના શ્રી શરદ અંબા મંદિર ખાતે સમાપ્ત થઈ હતી.
આ દરમિયાન અનેક ભક્તોની આંખો ભીની જોવા મળી હતી. મંદિરોમાં સ્તુતિગાન સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. VHPAએ જણાવ્યું હતું કે, “વિવિધ મંદિરોમાં એકત્ર થયેલા 2,500 થી વધુ ભક્તો દ્વારા કાર રેલીના સહભાગીઓ પ્રત્યે દર્શાવેલ ભક્તિ અને પ્રેમ જબરજસ્ત હતો.
ભગવાન શ્રી રામ હ્યુસ્ટોનિયનોના હૃદયમાં વસે છે.