ઇંગ્લેન્ડ માટે જોની બેરસ્ટોએ સદી નોંધાવી, સિરાજની ચાર તો બુમરાહે ઝડપી 3 વિકેટ, શમીએ 2 તો શાર્દુલ ઠાકુરે 1 વિકેટ મેળવી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતીય ટીમે આ પાંચમી ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. રમતના ત્રીજા દિવસે ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 284 રનમાં ઓલઆઉટ કરી દીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ 106 અને સેમ બિલિંગ્સે 36 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર અને જસપ્રિત બુમરાહે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ પહેલા ભારતનો પ્રથમ દાવ 416 રનમાં સમેટાઈ ગયો હતો. રિષભ પંતે 146 અને રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવ્યા હતા. બુમરાહે પણ 16 બોલમાં અણનમ 31 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 284 રનમાં સમેટાઈ ગયો હતો. જેના કારણે ભારતે પ્રથમ દાવના આધારે 132 રનની મહત્વની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ 106 અને સેમ બિલિંગ્સે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર અને જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. હવે બીજી ઈનિંગમાં ભારત મોટો સ્કોર બનાવીને ઈંગ્લેન્ડને મેચમાંથી બહાર કરવા ઈચ્છશે.

બેયરસ્ટો પૂજારાની જેમ રમી રહ્યો હતો, કોહલીએ પંતને બનાવ્યો, વિરાટની સ્લેજિંગ પર સેહવાગની પ્રતિક્રિયા થઈ વાયરલ
મહત્વપૂર્ણ છે કે બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે મોહમ્મદ શમી ભારત માટે 32મી ઓવર કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા બોલ બાદ કોહલી અને બેયરસ્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે આ પછી બંને વચ્ચે મામલો શાંત થયો હતો. કોહલી રસ્તામાં મોં પર આંગળી રાખતો જોવા મળ્યો હતો. એમને જોઈને એમ લાગ્યું કે સામેવાળાને ચૂપ રહેવાનો ઈશારો કરી રહ્યા છે. આ પહેલા કોહલી પણ બેયરસ્ટો સાથે ખભા પર હાથ રાખીને હસતો જોવા મળ્યો હતો.