એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) ડાઉન થઈ જતા સમસ્યા ઉભી થઇ છે અને સેંકડો યુઝર્સમાં ફરિયાદ ઉઠી છે.
આજે સવારથી એટલે કે 21મી ડિસેમ્બરથી વપરાશકર્તાઓ X પર કોઈપણ પોસ્ટ જોઈ શકતા નથી અને વેરી ફાઇડ અને નોન વેરિફાઇડ આ બન્ને યુઝર્સને સમસ્યા આવી રહી છે. પરિણામે યુઝર્સમાં આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.


X ખોલવા પર, Well come to X! લખેલું છે પણ આ પછી કોઈ પોસ્ટ દેખાતી નથી.
મોબાઇલ અને ડેસ્કટોપ બંને વપરાશકર્તાઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં, કોઈની પ્રોફાઇલ પર ગયા પછી પણ, તે વપરાશકર્તાની પોસ્ટ્સ દેખાતી નથી.

ડાઉનડિટેક્ટર દ્વારા પણ X ના ડાઉનિંગની પુષ્ટિ કરવામાં આવી છે. 2,500 યુઝર્સે થોડી જ મિનિટોમાં ડાઉનડિટેક્ટર પર ફરિયાદ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે #TwitterDown X પર જ દૃશ્યમાન છે પરંતુ તેના પર ક્લિક કર્યા પછી, કોઈ પોસ્ટ દેખાતી નથી એટલે કે વપરાશકર્તાઓ X પર પોસ્ટ કરી શકે છે પરંતુ પોસ્ટ જોઈ શકતા નથી.