ટેસ્લા ના CEO એલોન મસ્ક તા. 21-22 એપ્રિલે બે દિવસ માટે ભારતની મુલાકાતે આવવાના હતા. આ દરમિયાન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળવાના હતા. આ સમય દરમિયાન તેઓ દ્વારા ભારતીય બજાર માં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા પણ હવે તેઓ એ ભારતની વિઝિટ રદ કરી છે.

મસ્કે તેમના X પરના હેન્ડલ પરથી પોસ્ટ કરી જણાવ્યું કે “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ટેસ્લા પ્રત્યેની મારી જવાબદારીને કારણે મારે ભારતની મુલાકાત મુલતવી રાખવી પડી છે પરંતુ હું આ વર્ષે જ ભારતની મુલાકાત લેવાની તકની રાહ જોઈ રહ્યો છું.
જોકે, ટેસ્લા કે ભારત સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
પણ કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનને લઈને મસ્ક 23 એપ્રિલે અમેરિકામાં એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ કોલમાં ભાગ લેવાના હોય તેઓએ નિર્ધારિત કરેલી તારીખે ભારત નહિ આવી શકે.