ભારત આવો અને શરૂ કરો મેન્યુફેક્ચરિંગ યુનિટ, ટેસ્લા કારનું ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ ! શક્ય નથી- નીતિન ગડકરીનો એલન મસ્કને જવાબ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ફરીથી એકવાર એલન મસ્ક અને ટેસ્લાને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ટ્વિટરની ડીલ ભલે એક એલન મસ્ક દ્વારા એક ટ્વિટના આધારે થઇ ગઇ હોય પરંતુ ભારતમાં ટેસ્લાના રોકાણ પહેલા મોદી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં ટેસ્લાની કારનું વેચાણ શક્ય નથી.

રાયસીના ડાયલોગમાં ગડકરીની મસ્કને ઓફર
રાયસીના ડાયલોગ પ્રોગ્રામ દરમિયાન કહ્યું કે જો એલોન મસ્ક ભારતમાં ટેસ્લા બનાવવા માગતા હોય તો અમને કોઈ વાંધો નથી, આપણી પાસે તમામ ક્ષમતાઓ છે, અમારી પાસે તમામ પ્રકારની ટેકનોલોજી છે, આ કારણોસર તેઓ ખર્ચ ઘટાડી શકે છે. “મારી તેમને વિનંતી છે કે તેઓ ભારત આવે અને અહીં ઉત્પાદન શરૂ કરે. ભારત એક મોટું બજાર છે. અહીં બંદરો ઉપલબ્ધ છે. તેઓ ભારતમાંથી નિકાસ કરી શકે છે.” જો કે, તે જ સમયે, તેમણે ફરીથી ‘મેડ ઇન ચાઇના’ ટેસ્લાના ભારતમાં પ્રવેશની સંભાવના કોઇ કાળે શક્ય નથી.

https://www.instagram.com/tv/Cc5MOual9nO/?igshid=MDJmNzVkMjY=
  • યુવા ઉદ્યોગપતિ ભારતમાં આવીને કરે બિઝનેસ
  • અમારી પાસે ક્ષમતા છે, ટેકનોલોજી છે
  • ભારત આવો અને શરૂ કરો મેન્યુફેક્ચરિંગ યુનિટ
  • ટેસ્લા માટે ભારત એક સમૃદ્ધ બજાર
  • એક્સપોર્ટ માટે પણ ભારતમાં ઘણાં વિકલ્પ
  • દેશમાં અનેક રાજ્યો પાસે સારા પોર્ટ્સ ઉપલબ્ધ
  • ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ ! શક્ય નથી

ટેસ્લા ટેક્સમાં માગે છે છૂટછાટ
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતીય બજારમાં એન્ટ્રીની તલાશમાં છે. કંપની આ માટે ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટની માંગ કરી રહી છે. ભારત સરકારે ટેસ્લાની ટેક્સ બ્રેકની માંગને ઘણી વખત નકારી કાઢી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ટેક્સ છૂટછાટની માગ પૂરી શકાય તેવી નથી. મસ્કની કંપની ટેસ્લા ભારતમાં પોતાની કાર આયાત કરવા માંગે છે અને તેના માટે ટેક્સમાં છૂટની જરૂર છે.

ભારતમાં આયાત થયેલા ઇ-વિહિકલ પર 100 ટકા ટેક્સ
ભારતમાં વિદેશથી આયાત કરેલા ઇલેક્ટ્રિક વિહિકલ પર 100 ટકા ટેક્સ લગાવવામાં આવે છે જેથી ટેસ્લા ચીનમાં કાર બનાવે અને ભારતમાં વેચાણ કરે તે ટેસ્લા કારની કિંમત બમણી થઇ જાય છે જે ભારતીય બજારમાં કારની કિંમતમાં ખુબ વધારો કરે છે, જે તેના વેચાણને મોટું અસરકારક કારણ છે. બીજી તરફ સરકાર ઇલેક્ટ્રિક વાહનોના પાર્ટ્સની આયાત પર 15થી 30 ટકા ચાર્જ વસૂલે છે. સરકારની આ વ્યૂહરચનાનો હેતુ બહારની કંપનીઓને ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવા માટે પ્રેરિત કરવાનો છે.