ભાજપ મોવડીમંડળે 38 સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમાથી લઇને દબંગ મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન અપાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ભાજપની યાદીએ અનેક દિગ્ગજોને ઘરે બેસાડી દીધા છે. જેમાં સામાન્ય ધારાસભ્યથી લઇને પૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. પીઢ અને અનુભવી ભાજપના દિગ્ગજો ગઇકાલે પાર્લામેન્ટરી સદસ્યોની બેઠક પહેલા જ પત્ર લખીને જ મોવડી મંડળને જાણ કરી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવા ઇચ્છતા નથી તો બીજીતરફ જનતા વચ્ચેથી ગાયબ રહેતા કેટલાક નેતાઓને પણ હવે દિલ્લી દરબારે ઘરે બેસાડી દીધા છે અને સંગઠનમાં કામ કરવાની સૂચના આપી દીધી છે. પ્રથમ યાદીમાં બીજેપીએ 38 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જોકે, બીજેપી તરફથી જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે.
160 ઉમેદવારની યાદીમાં 75 ઉમેદવારોનાં નામ રિપીટ કરવામાં આવ્યાં છે, જ્યારે 85 જૂના ઉમેદવારોનાં નામ કટ કરવામાં આવ્યા છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં નવા-યુવા-પાટીદાર અને બ્રાહ્મણ ઉમેદવારોનો દમ જોવા મળ્યો છે.
કોને લાગી લોટરી, તો કોણ ન ફાવ્યું ?
નંબર | બેઠક | કોની ટિકિટ ન ફાળવાઇ | કોને લાગી લોટરી ? |
3 | ભુજ | નીમાબેન આચાર્ય | કેશવલાલ શિવદાસભાઈ પટેલ |
4 | રાપર | પંકજ મહેતા | વીરેન્દ્રસિંહ જાડેજા |
4 | અંજાર | વાસણભાઈ આહિર | ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા |
23 | બેચરાજી | રજની પટેલ | સુખાજી ઠાકોર |
10 | દાંતા | વસંત ભટોળ | લઘુભાઇ પારઘી |
8 | થરાદ | પરબતભાઈ પટેલ | શંકરભાઈ ચૌધરી |
13 | ડીસા | શશિકાંતભાઈ પંડ્યા | પ્રવીણભાઈ ગોરધનજી માળી |
25 | મહેસાણા | નીતિનભાઈ પટેલ | મુકેશભાઈ દ્વારકાપ્રસાદ પટેલ |
28 | ઈડર | હિતેશભાઈ કનોડિયા | રમણભાઈ ઇશ્વરલાલ વોરા |
42 | વેજલપુર | કિશોરભાઈ ચૌહાણ | અમિતભાઈ ધીરજલાલ ઠાકર |
44 | એલિસબ્રિજ | રાકેશ શાહ | અમિતભાઈ પોપટભાઈ શાહ |
45 | નારાણપુરા | કૌશિકભાઈ પટેલ | જિતેન્દ્ર પોપટભાઈ શાહ |
47 | નરોડા | બલરામ થાવાણી | પાયલબેન મનોજકુમાર કુકરાણી |
48 | ઠક્કરબાપા નગર | વલ્લભભાઈ કાકડિયા | કંચનબેન વિનુભાઈ રાદડિયા |
53 | મણિનગર | સુરેશભાઈ પટેલ | અમૂલભાઈ ભટ્ટ |
55 | સાબરમતી | અરવિંદભાઈ પટેલ | હર્ષદભાઈ રણછોડભાઈ પટેલ |
56 | અસારવા | પ્રદીપભાઈ પરમાર | દર્શનાબેન વાઘેલા |
58 | ધોળકા | ભુપેન્દ્રસિંહ ચુડાસમા | કિરિટસિંહ સરદારસિંહ ડાભી |
62 | વઢવાણ | ધનજીભાઈ પટેલ | જિગ્નાબેન સંજયભાઈ પંડ્યા |
64 | ધ્રાંગધ્રા | પરસોત્તમ સાબરિયા | પ્રકાશ વરમોરા |
68 | રાજકોટ પૂર્વ | અરવિંદભાઈ રૈયાણી | ઉદયભાઈ પ્રભાતભાઈ કાનગડ |
69 | રાજકોટ પશ્વિમ | વિજય રૂપાણી | દર્શિતા પારસ શાહ |
70 | રાજકોટ દક્ષિણ | ગોવિંદભાઈ પટેલ | રમેશભાઈ વિરજીભાઈ ટિલાળા |
78 | જામનગર (ઉત્તર) | ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) | રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા |
79 | જામનગર દક્ષિણ | આર.સી.ફળદુ | દિવ્યેશ રણછોડભાઈ અકબરી |
99 | મહુવા | રાઘવજીભાઈ મકવાણા(આર.સી) | શિવાભાઈ જેરામભાઈ ગોહિલ |
107 | બોટાદ | સૌરભભાઈ પટેલ | ઘનશ્વામભાઈ પ્રાગજીભાઈ વિરાણી |
115 | માતર | કેસરીસિંહ સોલંકી | કલ્પેશભાઈ આશાભાઈ પરમાર |
127 | કાલોલ | સુમનબેન પ્રવીણસિંહ ચૌહાણ | ફતેસિંહ ચૌહાણ |
143 | અકોટા | સીમાબેન મોહિલે | ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ |
144 | રાવપુરા | રાજેન્દ્રભાઈ ત્રિવેદી | બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લા |
136 | વાઘોડિયા | મધુ શ્રીવાસ્તવ | અશ્વિન પટેલ |
153 | ભરૂચ | દુષ્યંતભાઈ પટેલ | રમેશબાઈ નારણભાઈ મિસ્ત્રી |
158 | કામરેજ | બી.ડી.ઝાલાવડિયા | પ્રફુલભાઈ પાનસેરિયા |
164 | ઉધના | વિવેકભાઈ પટેલ | મનુભાઈ મોહનભાઈ પટેલ |
175 | નવસારી | પિયુષ દેસાઈ | રાકેશ ગુણવંતભાઈ દેસાઈ |
136 | વાઘોડિયા | મધુ શ્રીવાસ્તવ | અશ્વિનભાઈ નટવરભાઈ પટેલ |