રશિયામાં નોકરી કરવા ગયેલા કેટલાક ભારતીયોએ રશિયન સેનામાં હેલ્પર તરીકે કોન્ટ્રાકટ સાઈન કરી યુક્રેન વિરુદ્ધ જંગમાં ઉતર્યા હોવાની માહિતી વચ્ચે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસને પત્ર લખીને રશિયામાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં મદદ માટે અપીલ કરી હતી
ઔવેસીએ પત્રમાં કહ્યુ કે ત્રણ ભારતીય છેલ્લા 25 દિવસથી સંપર્કમાં નથી જેઓનો પરિવાર ચિંતિત છે.
દરમિયાન,ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે
કે તેઓ રશિયામાં ફસાયેલા નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવા રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
રશિયામાં ફસાયેલા ભારતીય મજૂરોને લઈ વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ પાસે માહિતી આવી છે કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયાની સેનામાં હેલ્પર તરીકે કામ કરવા કોન્ટ્રાક્ટ સાઈન કર્યા છે, જેઓ યુક્રેન વિરુદ્ધ જંગ લડવા મજબુર છે,આ ભારતીયોમાં ઉત્તર પ્રદેશ,ગુજરાત,પંજાબ,જમ્મુ-કાશ્મીરના લોકો છે, જેઓને છોડાવવા માટે રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે એક નિવેદન બહાર પાડી જણાવ્યું કે રશિયન સેના સાથે કોન્ટ્રાકટ સાઈન કરી ત્યાં ફસાયેલા ભારતીયોને છોડાવવા તેઓ સતત સંપર્કમાં છે સાથેજ ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે રુસ-યુક્રેન યુદ્ધ થી દુર રહે.
સહાયક હેલ્પરની નોકરી માટે કોન્ટ્રાકટ સાઈન કરનાર 18 ભારતીય કામદારો રુસ-યુક્રેન સીમા ઉપર મારીયુપોલ,ખારકીવ,ડોનાતસક, રોસ્તોવ-ઓનમાં નવેસર 2023થી ફસાયેલા છે જેઓને છોડાવવા રશિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે.