દિલ્હીમાં દારૂ કૌભાંડ કેસ ભારે ગાજયો છે અને આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ ઉપર EDનો સકંજો મજબૂત થઈ રહ્યો છે ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના વધુ એક નેતા સામે EDએ એક્શન લીધા છે, દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને EDએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન પછી કૈલાશ ગેહલોતને સૌથી વરિષ્ઠ માનવામાં આવે છે અને હાઈકમાન્ડ દ્વારા વિશ્વાસ કરવામાં આવે છે. હાલમાં તેમની પાસે દિલ્હી ટ્રાન્સપોર્ટ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિભાગો છે.
કૈલાશ ગેહલોત પર પહેલાથી જ ડીટીસી બસોની ખરીદીમાં કૌભાંડનો ભાજપે આરોપ લગાવ્યો છે. જ્યારે કૈલાશ ગેહલોત પરિવહન મંત્રી હતા ત્યારે દિલ્હી સરકારે એક હજાર ડીટીસી બસોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી.
ભાજપનો આરોપ છે કે આ 1000 બસોની ખરીદી અને જાળવણીમાં ભ્રષ્ટાચાર થયો છે.
ત્યારે હવે દારૂ કૌભાંડ કેસમાં આજે દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને પૂછપરછ માટે બોલાવ્યા છે.