આઇએએસ અધિકારી પૂજા સિંઘલના મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ટીમે મની લોન્ડરિંગ કેસમાં નવી દિલ્હી, મુંબઇ, જયપુર, ફરીદાબાદ, ગુરુગ્રામ, મુઝફ્ફરપુર, રાંચી સહિત અન્ય શહેરોમાં દરોડા પાડ્યા 

ઝારખંડમાં પૂજા સિંગલ નામની એક આઇએએસ અધિકારીના નિવાસસ્થાનેથી ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડયા જેમાં ૨૦ કરોડ રૂપિયા રોકડ મળ્યા છે. તેમના 25 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુમન સિંહના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. જેની ગણતરી મશીન દ્વારા કરવામાં આવી હતી. અહીં સીએમ હેમંત સોરેને EDના દરોડાને કાયરતા પૂર્વકનું કેન્દ્રનું ષડયંત્ર ગણાવ્યું છે. ઝારખંડ કેડરના વરિષ્ઠ IAS અધિકારી પૂજા સિંઘલને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની નજીક ગણવામાં આવે છે.

પૂજા સિંઘલ હાલમાં ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના સચિવ અને ઝારખંડ સ્ટેટ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (JSMDC) ના મેનેજિંગ ડિરેક્ટર છે.તપાસ એજન્સીએ રાંચીમાં બે જગ્યાએથી રૂ.19.31 કરોડની રોકડ પણ જપ્ત કરી હતી. આ કેસ 2008-11 દરમિયાન ઝારખંડના ખુંટી જિલ્લામાં મનરેગા ફંડના ઉચાપત સંબંધિત છે. સિંઘલ 2000ની બેચના આઇએએસ અધિકારી છે અને તેઓ અગાઉ ખુન્ટી જિલ્લાના ડેપ્યુટી કમિશનર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાંચીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમ ફાઇનાન્શિયલ એડવાઇઝરના ઠેકાણાથી આશરે કરોડોની કેશ ઝડપી લીધી હતી. આ સીએ આઇએએસ ઓફિસર સાથે લીન્ક ધરાવતા હોવાનું માનવામાં આવે છે. પૈસાને ગણવા માટે જ તપાસ એજન્સીઓને ચાર જેટલા મશીન કામે લગાડવા પડ્યા હતા.

બીજી એક જગ્યાથી રૂ.1.8 કરોડ રોકડ જપ્ત કરાયા હતા. રાજ્યમાં ગેરકાયદે માઇનિંગમાં રાજકીય નેતાઓ અને ઉચ્ચ અમલદારો વચ્ચેની સાંઠગાંઠનો સંકેત આપતા સંખ્યાબંધ દસ્તાવેજ પણ જપ્ત કરાયા હતા. ઇડીએ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને બીજા કેટલાંક રાજ્યોમાં આશરે 18 જગ્યાએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ આ કાર્યવાહી કરી હતી