આજે દેશ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.
આ પ્રસંગે ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રાજ્યની ઝાખીઓ પ્રદર્શિત કરાઈ હતી,દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર પરેડ દરમિયાન જુદા જુદા રાજ્યની ઝાખીઓ પ્રદર્શિત થઈ હતી જેમાં ઉત્તર પ્રદેશની સૌથી ખાસ ઝાંખી રહી હતી આ ઝાખીમાં શ્રી રામનું બાળ સ્વરૂપ જોવા મળ્યું હતું.

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરમાં શ્રી રામના અભિષેક બાદ ઉત્તર પ્રદેશની ઝાંખીમાં પણ શ્રી રામ લલ્લાનું બાળ સ્વરૂપ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતુ.

વિગતો મુજબ પરેડ દરમિયાન ઉત્તર પ્રદેશની પ્રજાસત્તાક દિવસ 2024ની ઝાંખીએ દિલ્હીમાં કર્તવ્ય પથ પર 75મી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.
જેમાં ટેબ્લોની થીમ અયોધ્યા-વિકસિત ભારત-સમૃદ્ધ વારસો હતી.
આ થીમમાં અયોધ્યા, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વથી ભરેલું શહેર, ભગવાન શ્રી રામનું જન્મસ્થળ દર્શાવાયું હતું.
સાથેજ જાન્યુઆરી 2022 ના રોજ અયોધ્યામાં ભગવાન રામ લાલાના અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝાંખીનો આગળનો ભાગ આ ઘટનાનું પ્રતીક છે, જે રામ લલ્લાની બાળપણની છબી દર્શાવે છે.
આમ આ ઝાંકી ભારે આકર્ષણનું કેન્દ્ર રહી હતી.