૧૫૦ કરોડનાં ખર્ચે વિકેન્ડ હાઊસ અને ૧૦૦ કરોડનાં ખર્ચે દુર્ગાધામ બનશે
બ્રહ્મસેના અને દુર્ગાસેના દ્વારા કરાયું ભવ્ય આયોજન
વિશ્વમાં પ્રથમવાર કોઈ જ્ઞાતિનું આવુ સંકુલ તૈયાર થશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
દેશનાં ૧૫ કરોડ ભુદેવને એક કરવાનાં આશયથી દુર્ગાધામનું નિર્માણ થવા જઈ રહ્યુ છે…અમદાવાદથી માત્ર ૪૫ કીલોમીટરનાં અંતરે બની રહેલ દુર્ગાધામને ભવ્યાતિ ભવ્ય બનાવવા તનતોડ મહેનત ચાલી રહી છે..અલગ અલગ કમિટીનું નિર્માણ કરી કાર્યને વેગ આપવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ વિકેંડ હાઊસમાં પ્લોટ બુક કરાવનાર પણ સહયોગ આપી રહ્યા છે ..૧૦૦૮ પ્લોટ માં વિક & હાઊસમાં દેશ વિદેશનાં ભુદેવ પ્લોટ બુક કરાવી રહ્યા છે ..
મંદીર
પંચાયતન પુજા
સપ્તઋુષી મંદીર
નવ નાથ
૧૨ જ્યોર્તીલીંગ
૫૧ શક્તિપીઠ
સહીત બ્રહ્મગુરુ મંડળ બનશે
ગાર્ડન
કુલ ત્રણ ગાર્ડન અને ત્રણ પાર્ટી પ્લોટ બનશે જેમા ૨૪ દેશનાં ફુલ રોપવામાં આવશે
મ્યુઝીયમ
બ્રાહ્મણોને ઈતિહાસમાં અન્યાય થઈ રહ્યો છે એ માટે અહી મ્યુઝીયમ બનાવી અનેક ક્ષેત્રમાં સિધ્ધી પ્રાપ્ત કરી છે અને દેશ દુનિયામાં નામ રોશન કર્યુ છે તેવાં ૧૦૦૮ ભુદેવ મહાનુભાવનું મ્યુઝીયમ તૈયાર કરાશે
ટ્રેનીંગ સેન્ટર
આઈ પી એસ આઈ એ એસ યુ પી એસ સી & જી પી એસ સી સહિત સ્કીલ ઈન્ડીયાનાં અનેક પોગ્રામ માટે ટ્રેનીંગ સેન્ટર ઊભુ કરાશે…
મેડીકલ
આયુર્વેદ હોમીઓપેથ નેચરોપેથ માટેનું આધુનિક હોસ્પીટલ ઊભુ કરવામાં આવનાર છે
એજ્યુકેશન
સૈનિક સ્કુલ & ફાયર સેફ્ટી માટે એજ્યુકેશન સેન્ટર તૈયાર કરાશે
કર્મકાંડ ઘાટ
તળાવ અને યજ્ઞશાળાની વ્યવસ્થા સાથે કર્મકાંડ ઘાટ ઊભો કરાશે જ્યાં કથા સપ્તાહ જેવા આયોજન પણ કરવામાં આવશે..
ફિલ્મસેટ રેકોર્ડીંગ સ્ટુડીઓ
બ્રાહ્મણ મહાનુભાવની વેબ સીરીઝ તૈયાર કરાશે તેમજ તેમજ આ માટે ઓ ટી ટી પ્લેટફોર્મ ઊભુ કરાશે
મનોરંજન
એમ્બ્યુઝમેન્ટ પાર્ક ગોકાર્ડી ગેમીંગ ઝોન એડવેન્ચરપાર્ક મલ્ટીપ્લેક્ષ હોટલ રેસ્ટોરન્ટ કેફે જેવી અનેક સુવિધા તૈયાર કરાશે
ડેસ્ટીનેશન વેડીંગ સેન્ટર
૧૦ વીઘામાં અનેક સુવિધાઓ સાથેનું ડેસ્ટીનેશન વેડીંગ સેન્ટર બેન્ક્વેટ હોલ પાર્ટી પ્લોટ વેડીંગ સેટ સાથાનું તૈયાર કરાશે
હેલ્થ
વોર્કીંગ ટ્રેક યોગા ફીટનેસ સેન્ટર જીમ જેવી અનેક સુવિધા બનાવાશે
ગૌશાળા
આધુનિક ગૌશાળા ઊભી કરવામાં આવશે
શ્રવણધામ
નિરાધાર ૧૦૮ માતા પિતા માટે શ્રવણધામ તૈયાર કરાશે જે સમાજ માટે ઐતીહાસીક પગલું હશે
સ્પોર્ટ્સ
ક્રીકેટ ગ્રાઊન્ડ,કેરમ ખો ખો ચેસ બેડમીન્ટન ટેનીસ જેવી અનેક રમત ગમત માટે સ્પોર્ટ્સ એકેડમી તૈયાર કરાશે
પક્ષીઘર
પક્ષીઓ માટે આધુનીક વ્યવસ્થા સાથેનું પક્ષી ઘર તૈયાર કરાશે.ઓક્સીજન અને હેલ્થને સપોર્ટ મળે તેવા ઝાડ રોપાશે…
સોલાર દ્વારા વિજળીની બચત કરાશે…બાયોગેસ ઊત્પાદન માટેની વ્યવસ્થા ..અનેક સુવિધા સાથે ૩૦૦ વીઘાથી વધુ જમીનમાં આકાર પામશે દુર્ગાધામ.