૩૦૦ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, સ્મૃતિ વન – આંતરરાષ્ટ્રીય મેમોરિઅલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
૨૭ ઓગસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે.ત્યારે કચ્છના આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેમોરિઅલ પ્રોજેક્ટની હાઈલાઈટ્સ જોઈએ.
2012થી નિર્માણાધીન આ પ્રોજેક્ટ અંતર્ગત ભૂજના ભૂજિયા ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારને વિકસિત કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૭૦ એકર વિસ્તાર વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્મૃતિ વનમાં – આંતરરાષ્ટ્રીય મેમોરિઅલ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં અનેકવિધ બાબતોનું ખાસ ધ્યાન રખાયું છે.

સ્મૃતિવનમાં શું શું છે ખાસ ?
• ૧૧,૫૦૦ ચો.મી.માં ભૂકંપ મ્યુઝીયમ
• ૩૦૦ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ
• ૫૦ ચેકડેમ, 3 લાખથી વધુ વૃક્ષો
• ચેકડેમની દિવાલો પર ૧૨, ૯૩૨ પીડિતોની તકતી
• સન પોઈન્ટ
• ૮ કિ.મી.નો પાથવે
• ૩ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ
• ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ

ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત સ્મૃતિવન ખાતેનું વિશેષ મ્યુઝિયમ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.. રિયલ ટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યુઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું છે.

અહેવાલો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે અગિયાર વાગ્યે ભુજ આવીને રોડ શૉ કરશે અને સીધા સ્મૃતિવન પહોંચશે. ત્યાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભુજીયાના કોઠા પાસે બનાવેલા સનસેટ પોઇન્ટ પર જશે અને ત્યાંથી ભુજ નિહાળશે. જો કે, સુરક્ષા એજન્સી દ્વારા આ કાર્યક્રમ કેટલી હદે સુરક્ષિત છે તેની ચોકસાઈ કરીને જ પછી નિર્ણય લેવાશે. સ્મૃતિવનથી જાહેરસભાના સ્થળે કચ્છ યુનિવર્સિટી મેદાન જશે.