મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઘણા ધારાસભ્યો સાથે રાજભવન પહોંચી કરી માંગ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) અનેક ધારાસભ્યો સાથે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને અન્ય નેતાઓ પણ તેમની સાથે હતા. તેમણે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સામે ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. રાજ્યપાલને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે રાજ્યપાલને પત્ર આપીને ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે રાજ્યપાલને કહ્યું છે કે રાજ્યની સ્થિતિને જોતા સરકાર લઘુમતીમાં હોય તેવું લાગે છે. શિવસેનાના 39 ધારાસભ્યો બહાર છે અને સરકારમાં રહેવા માંગતા નથી. તેથી, સરકારને તાત્કાલિક સૂચના આપો કે મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ કરાવે અને બહુમત સાબિત કરે. તેમણે કહ્યું કે અમે રાજ્યપાલને ઈમેલ દ્વારા અને સીધો પત્ર આપ્યો છે.