દિલ્હી-એનસીઆરના લોકો 12થી 13 કલાકના સમયગાળામાં મુંબઈ પહોંચી શકશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દિલ્હીથી શરૂ થઈને હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
આવનારા સમયમાં દિલ્હી-એનસીઆરના લોકો 12થી 13 કલાકના સમયગાળામાં મુંબઈ પહોંચી શકશે. એવી પણ શક્યતા છે કે દેશના સૌથી લાંબા એવા 1380 કિલોમીટરનો 8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે બનવાથી વાહનચાલકો તેના પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ વાહન દોડાવી શકશે. પરંતુ, જાણકારોનું એવું કહેવું છે કે આટલા લાંબુ અંતર કાપવા માટે સતત એક જ સ્પીડ પર મુસાફરી કરવાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેવામાં વચ્ચે-વચ્ચે રોકાઈને મુસાફરી કરવામાં આવે તો તેમાં 15 કલાકનો સમય લાગી શકે છે.


એક્સપ્રેસ-વે એનસીઆરના લોકો માટે મુંબઈ સુધીની મુસાફરી ખૂબ સરળ કરી દેશે. આ એક્સપ્રેસ-વે પર લોકોને જરૂરિયાતની સુવિધાઓ પણ મળશે. ઉત્તરપ્રદેશના નોઈડાથી આ એક્સપ્રેસ-વેની કનેક્ટિવિટી 3 રસ્તાથી હશે. જ્યારે હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઈવેથી રાજીવ ચોકથી સોહના થઈને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર જઈ શકાશે. જ્યારે હરિયાણાના ફરિદાબાદથી પસાર થઈ રહેલા બાયપાસ રોડને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના લિંક રોડરૂપે વિકસિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.