આગ લાગી ત્યારે 300 જેટલા વિદ્યાર્થીઓ હતા મોજુદ, વાયર અને દોરડાના સહારે વિદ્યાર્થીઓ જીવ બચાવ્યા,
દિલ્હીના મુખર્જી નગરમાં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હોબાળો મચી ગયો છે. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સાથે આગને કાબૂમાં લેવા માટે 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દોરડાની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ ત્રીજા માળેથી દોરડા પરથી નીચે કૂદી રહ્યા છે. તે જ સમયે, ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચી અને વિદ્યાર્થીઓને બચાવ્યા અને જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.
આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર ચાલે છે અને જે સમયે આગ લાગી તે સમયે બિલ્ડિંગમાં 300 વિદ્યાર્થીઓ હતા. આગ લાગ્યા બાદ બિલ્ડીંગમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ પછી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ દોરડા કે વાયરની મદદથી બિલ્ડિંગ પરથી કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન ચાર વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આગ સવારે 11.45-11.50 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ બિલ્ડિંગના ત્રીજા માળે ઇલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. આગ મોટી ન હતી, પરંતુ ધુમાડો વધ્યા બાદ બાળકો ગભરાઈ ગયા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે ઉતરવા લાગ્યા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. નીચે હાજર લોકો દ્વારા વિદ્યાર્થીઓને આ દોરડું ફેંકવામાં આવ્યું હતું. આ પછી લોકોએ ગાદલા પણ ફેલાવી દીધા હતા. આના પર જ વિદ્યાર્થીઓએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી હતી.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આગ લાગ્યા બાદ કોચિંગમાં કેવી અરાજકતા ફેલાઈ તે જોઈ શકાય છે. વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે દોરડાના સહારે કૂદવું પડ્યું હતું.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. અમારા વાહનો પહોંચે તે પહેલા જ કેટલાક વિદ્યાર્થીઓએ દોરડા પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ ઘટના સમયે લગભગ 300 વિદ્યાર્થીઓ હાજર હતા.
વિદ્યાર્થીઓએ દોરડા પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો
મળતી માહિતી મુજબ, આ આગ ઈલેક્ટ્રીક મીટરમાં લાગી હતી, જે બાદ આખા કોચિંગ સેન્ટરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ દોરડાની મદદથી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. દોરડાની મદદથી કૂદવાને કારણે 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રીક મીટરમાં આગ લાગ્યા બાદ આખી ઈમારતમાં ધુમાડો છવાઈ ગયો હતો. ધુમાડો વધ્યા બાદ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને નીચે દોડવા માટે દોરડા વડે બિલ્ડિંગની બારીમાંથી કૂદવા લાગ્યા.