DCW vs UPW: UP વોરિયર્સ પાસે મેચ જીતવા માટે 212 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 5 વિકેટે 169 રન જ બનાવી શકી. જોકે, તાહિલા મેકગ્રાએ 50 બોલમાં અણનમ 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું હતું. મેગ લેનિંગની કેપ્ટન્સીમાં દિલ્હી કેપિટલ્સનો આ સતત બીજો વિજય છે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આ સાથે જ યુપી વોરિયર્સની આ પહેલી હાર છે.

યુપી વોરિયર્સે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું. યુપી વોરિયર્સને મેચ જીતવા માટે 212 રનનો ટાર્ગેટ હતો, પરંતુ એલિસા હીલીની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. આ રીતે દિલ્હી કેપિટલ્સે 42 રને મેચ જીતી લીધી હતી. યુપી વોરિયર્સ તરફથી તાહિલા મેકગ્રાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ 50 બોલમાં 90* રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય એલિસા હીલીએ 17 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય દેવિકા વૈદે 21 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું.

દિલ્હી કેપિટલ્સના બોલરોની વાત કરીએ તો, જેસ જોનાસને 4 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મેરિજન કેપ અને શિખા પાંડેને 1-1 સફળતા મળી હતી. મેગ લેનિંગે કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી હતી જો કે આ મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 211 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે 42 બોલમાં 72 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. મેગ લેનિંગ અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 6.3 ઓવરમાં 67 રન જોડ્યા હતા. આ સિવાય જેમિમા રોડ્રિગ્સ અને જેસ જોનાસેને શાનદાર ફિનિશિંગ કર્યું હતું.

જેસ જોનાસને 20 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જેમિમા રોડ્રિગ્સે 22 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ કેપ્સીએ 10 બોલમાં 21 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ સિવાય શેફાલી વર્મા અને મેરિજન કેપે અનુક્રમે 17 અને 16 રનનું યોગદાન આપ્યું હતું. યુપી વોરિયર્સ માટે સબનીમ ઈસ્માઈલ, રાજેશ્વરી ગાયકવાડ, તાહિલા મેકગ્રા અને સોફી એસ્કેસ્ટોનને 1-1થી સફળતા મળી હતી. જો કે યુપી વોરિયર્સ સામે મેચ જીતવા માટે 212 રનનો ટાર્ગેટ છે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. જ્યારે યુપી વોરિયર્સે પોતાની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું.