ટ્રોપીકલ સાયકોલ આલ્ફ્રેડે માર્ગ બદલ્યો, લાખો રહેવાસીઓને ચેતવણી આપવામાં આવ્યું, 700 મીમી વરસાદની સંભાવના, ગુરુવારે થશે લેન્ડફોલ થશે

લોકોએ અંધાધૂંધ રીતે ગ્રોસરી અને અન્ય જીવન જરૂરિયાય વસ્તુઓ ખરીદી
ટ્રોપીકલ સાયક્લોન આલ્ફ્રેડે માર્ગ બદલી નાખતા હવે બ્રિસબેન સહિત સનસાઇન કોસ્ટ પર જોખમ વધી ગયું છે. હવે આલ્ફ્રેડ વાવાઝોડું સીધું જ ક્વિન્સલેન્ડના વિશાળ વસ્તીવાળા પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઓસ્ટ્રેલિયનોને “અવિશ્વસનીય રીતે મોટા” મોજાઓની ચેતવણી આપવામાં આવી છે.
આલ્ફ્રેડ હવે દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ કિનારા તરફ આગળ વધી રહ્યું છે, લાખો રહેવાસીઓને તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે કારણ કે વાવાઝોડાની તીવ્રતા હવે ક્વિન્સલેન્ડના અનેક સ્થાનો પર જોવા મળી રહી છે અને દરિયામાં વિશાળ મોજાઓ ઉછળી રહ્યા છે અને 700 મીમી સુધીના છૂટાછવાયા વરસાદ અને “વિનાશક પવનોથી નુકસાનકારક” અંગેની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે રાતોરાત કેટેગરી 2 સિસ્ટમમાં વાવાઝોડાને અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને મંગળવારે બ્રિસ્બેનથી લગભગ 600 કિમી દૂર યુ-ટર્ન લીધો હતો, જે સીધો બ્રિસ્બેન અને સનશાઇન કોસ્ટના દરિયાકાંઠે ગુરુવારે તે ત્રાટકે (લેન્ડફોલ) તેવી સંભાવના છે.

લોકોએ અંધાધૂંધ ખરીદી શરૂ કરી દીધી
દક્ષિણ-પૂર્વ ક્વીન્સલેન્ડ ટ્રોપીકલ સાયક્લોન આલ્ફ્રેડનને પગલે ક્વીન્સલેન્ડવાસીઓ બોટલબંધ પાણી, બેટરી અને બ્રેડ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક કરવાની શરૂઆત જેના કારણે દક્ષિણ-પૂર્વના મોટાભાગના શોપિંગ મોલની દુકાનોમાં છાજલીઓ ખાલી પડી છે. પ્રીમિયર ડેવિડ ક્રિસાફુલીએ લાખો દક્ષિણ-પૂર્વ ક્વીન્સલેન્ડવાસીઓને ચેતવણી આપી છે કે તેઓએ વીજળી અને પાણી પુરવઠા વિના રહેવાની તૈયારી કરવી જોઈએ.
ક્વિન્સલેન્ડનો 500 કિમી એરિયામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે ક્વીન્સલેન્ડમાં ડબલ આઇલેન્ડ પોઇન્ટથી NSW માં યામ્બા વચ્ચે 500 કિમીનો ચેતવણી ઝોન જાહેર કર્યો છે, જેમાં બ્રિસ્બેન, ગોલ્ડ કોસ્ટ, સનશાઇન કોસ્ટ, બાયરન ખાડી અને બાલિના મુખ્ય વસ્તી કેન્દ્રો શામેલ છે. ક્વીન્સલેન્ડમાં સેન્ડી કેપથી ડબલ આઇલેન્ડ પોઇન્ટ અને NSW માં ગ્રાફટન સિવાય યામ્બાથી ગ્રાફટનને વોચ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
BOM ચેતવણી આપી રહ્યું છે કે સનશાઇન સ્ટેટ અને NSW ના કેટલાક ભાગોમાં ઊંચા મોજા અને 200mm સુધીનો વરસાદ પડી શકે છે. પરંતુ અઠવાડિયાના અંતમાં છૂટાછવાયા વરસાદનો કુલ આંકડો વધુ વધી શકે છે – સંભવિત રીતે સપ્તાહના અંતે 400mm અને 700mm સુધી પહોંચી શકે છે. BOM હવામાનશાસ્ત્રી જોનાથન હાઉએ જણાવ્યું હતું કે તે ગુરુવારના અંતથી શુક્રવાર સુધી ગમે ત્યારે લેન્ડફોલ કરશે.
“લેન્ડફોલનું સ્થાન મહત્વપૂર્ણ રહેશે કારણ કે અમે ચક્રવાતના દક્ષિણ ભાગ પર સૌથી ખરાબ અસરો, અથવા સૌથી નોંધપાત્ર અસરો જોવાની અપેક્ષા રાખીએ છીએ.” તેમ હાઉએ કહ્યું હતું.
“તેમાં બ્રિસ્બેન, ગોલ્ડ કોસ્ટ અને ઉત્તરીય નદીઓ જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે.” દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડના રહેવાસીઓ અને ટેવન્ટિન અને ગ્રાફટન વચ્ચેના ઉત્તરપૂર્વીય NSW દરિયાકાંઠાના સમુદાયોને બુધવાર સુધીમાં 120km/h સુધીના નુકસાનકારક પવનના ઝાપટા માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ગુરુવારથી શુક્રવાર સુધી ચક્રવાતના કેન્દ્રના દક્ષિણ ભાગમાં “ખતરનાક અને વિનાશક પૂર” ની ચેતવણી જારી કરવામાં આવી છે.
બ્યુરો ચેતવણી આપે છે કે આગામી દિવસોમાં ટ્રોપીકલ આલ્ફ્રેડની તીવ્રતામાં વધઘટ થઈ શકે છે, પરંતુ જ્યારે તે દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ કિનારાને પાર કરશે ત્યારે તે કેટેગરી 2 સિસ્ટમ બનવાની ધારણા છે.