1.25 લાખ યુઝર્સનો ડેટા જોખમમાં; હેકર્સે 1 લાખ ડોલરની ખંડણી માંગી, સરકારે તપાસના આદેશ આપ્યા, ન્યુઝીલેન્ડમાં હેલ્થ ડેટામાં મોટી સેંધ

125000 પેશન્ટને અસર, તમામને પાસવર્ડ બદલવા સૂચન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડમાં ખાનગી રીતે સંચાલિત પેશન્ટ પોર્ટલ ‘Manage My Health’ (MMH) એ સ્વીકાર્યું છે કે તેની સિસ્ટમમાં સાયબર સુરક્ષામાં ખામી સર્જાઈ છે. ગત વર્ષના અંતમાં આ એપના “My Health Documents” મોડ્યુલમાં અનધિકૃત પ્રવેશ થયો હોવાનું સામે આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેના કુલ 1.8 મિલિયન (18 લાખ) યુઝર્સમાંથી અંદાજે 1,25,000 ગ્રાહકો આ હુમલાથી પ્રભાવિત થયા છે.

ચોરાયેલા ડેટામાં સંવેદનશીલ વિગતો ચોરાયેલો ડેટા મુખ્યત્વે નોર્થલેન્ડ (Northland) વિસ્તારનો છે, જેમાં 45 જનરલ પ્રેક્ટિસ (GP) ના ક્લિનિકલ ડિસ્ચાર્જ સમરી અને 6 થી 8 વર્ષ જૂના રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્રદેશોના 355 GP ક્લિનિક્સ અને દર્દીઓ દ્વારા જાતે અપલોડ કરવામાં આવેલી વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી પર પણ અસર પડી છે.

હેકર્સની ખંડણી અને કાનૂની કાર્યવાહી “Kazu” તરીકે ઓળખાતા હેકર્સના જૂથે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને ડેટા જાહેર ન કરવા માટે 60,000 યુએસ ડોલર (આશરે 1.03 લાખ ન્યુઝીલેન્ડ ડોલર) ની ખંડણી માંગી છે. કંપનીએ હાઈકોર્ટમાંથી વચગાળાનો મનાઈ હુકમ (Injunction) મેળવ્યો છે જેથી કોઈ પણ ત્રીજી વ્યક્તિ આ ચોરાયેલા ડેટાને એક્સેસ ન કરી શકે.

સરકાર અને પોલીસની ભૂમિકા હેલ્થ મિનિસ્ટર સિમિયન બ્રાઉને આ સાયબર ભંગના પ્રતિસાદની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે સલાહ આપી છે કે કોઈએ પણ સીધા જ હેકર્સ સાથે સંપર્ક કરવો નહીં, કારણ કે તેનાથી અણધાર્યા પરિણામો આવી શકે છે. જો તમારા વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ થતો દેખાય તો જ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

ટેકનિકલ ખામીઓ અને માફી ઘણા યુઝર્સે ખાલી ઈમેલ મળવા અથવા પોર્ટલ પર લોગ-ઈન ન થઈ શકવાની ફરિયાદ કરી હતી. કંપનીએ આ ટેકનિકલ સમસ્યાઓ સ્વીકારી છે અને જણાવ્યું છે કે ટ્રાફિક વધવાને કારણે સિસ્ટમ ધીમી પડી હતી. કંપનીએ અસરગ્રસ્ત યુઝર્સની માફી માંગી છે અને જણાવ્યું છે કે આવતા સપ્તાહની શરૂઆત સુધીમાં તમામ પ્રભાવિત લોકોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવશે.

મુખ્ય સાવચેતી:

  • ઈમેલ તપાસો: જો તમે MMH યુઝર છો, તો તમારા રજિસ્ટર્ડ ઈમેલ પર કંપનીનો સંદેશ તપાસો.
  • પાસવર્ડ બદલો: સાવચેતીના ભાગરૂપે તમારા મેડિકલ પોર્ટલનો પાસવર્ડ બદલવો હિતાવહ છે.