Gautam Gambhir Big Revelation: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે તેઓએ કહ્યું કે કેરિયરના શરૂઆતના દિવસોમાં તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો કારણ કે તેણે સિલેક્ટરના ચરણ સ્પર્શ કર્યા ન હતા.
ગંભીરના કહેવા પ્રમાણે, ત્યારથી તેણે નક્કી કરી લીધું હતું કે તે ક્યારેય કોઈના પગમાં પડશે નહિ મતલબ કે ચરણસ્પર્શ કરશે નહીં અને ન તો કોઈને આવું કરવા માટે કહેશે.
ગૌતમ ગંભીરની વાત કરીએ તો તે તેના બેફામ નિવેદનો માટે જાણીતો છે,તે કોઈપણ મુદ્દા પર ખુલીને બોલે છે અને તે ખૂબ પ્રામાણિકપણે અને સીધી વાત કરે છે.
સામેની વ્યક્તિને ખરાબ લાગે કે સારું, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. ગૌતમ ગંભીરના દિલમાં જે પણ હોય છે તે સ્પષ્ટપણે બોલે છે.
ગૌતમ ગંભીરે પોતાની યુટ્યુબ ચેનલ પર રવિચંદ્રન અશ્વિન સાથે વાતચીત દરમિયાન આ મોટો ખુલાસો કર્યો હતો.
તેઓએ જણાવ્યું કે જ્યારે હું કદાચ 12 કે 13 વર્ષનો હતો, ત્યારે મેં અંડર-14 ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત પ્રયાસ કર્યો હતો પરંતુ મારી પસંદગી થઈ ન હતી તેનું કારણ એ હતું કે મેં પસંદગીકારના પગમાં પડ્યો ન હતો.
મે તેમનો ચરણસ્પર્શ ન કર્યો તેથી મારી પસંદગી ન થઈ ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈના પગને સ્પર્શ નહીં કરું અને કોઈને મારા પણ પગને સ્પર્શ કરવા નહીં દઉં.
જ્યારે હું મારા કરિયરમાં નિષ્ફળ ગયો ત્યારે લોકો કહેતા હતા કે તમે સારા પરિવારમાંથી છો, તમારે ક્રિકેટ રમવાની જરૂર નથી તમારી પાસે ઘણા વિકલ્પો છે અને તમે તમારા પિતાનો વ્યવસાય સંભાળી શકો છો.
આ મારા વિશે લોકોની સૌથી મોટી ધારણા હતી.
લોકોને ખ્યાલ ન હતો કે મારે આનાથી વધુની જરૂર છે, હું આ કલ્પનાને ખોટી સાબિત કરવા માંગતો હતો અને હું તે કરી શક્યો.
આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર હાલમાં IPLમાં KKRને કોચિંગ આપી રહ્યો છે અને તે ભારતીય ટીમના કોચ બનવાના અહેવાલો પણ છે.