ગુજરાતમાં હાલ પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિરોધી નિવેદનથી ભારે હોબાળો મચેલો છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ આ બેઠક બાદ સી આર પાટીલે મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજને મોટુ મન રાખીને રુપાલાને માફ કરી દેવા વિન્નતી કરી હતી.
એટલુજ નહિ પણ રૂપાલા વતી સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી મોટું મન રાખી રુપાલાને માફ કરવા વિનંતી કરી હતી.

સી આર પાટીલે જણાવ્યુ કે રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને તે માટે પરશોત્તમ રુપાલાએ ખેદ વ્યક્ત કરી ત્રણ વખત માફી માગી ચૂક્યા છે.
ક્ષત્રિય સમાજને હું હાથ જોડી વિનંતી કરું છું. ભૂલ માટે વારંવાર માફી માંગી છે, તેમને માફ ક્ષત્રિય સમાજ માફ કરી દો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં હર્ષ સંઘવી, ક્ષત્રિણ સમાજના અગ્રણીઓ બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અગાઉ પણ ગોંડલમાં જયરાજ સિંહ જાડેજાની આગેવાનીમાં સમાધાન થયું હતું પણ રાજ્યમાં ક્ષત્રિયોના અન્ય સંગઠનો જયરાજ સિંહના નિર્ણય સાથે સહમત થયા ન હતા અને વિરોધ ચાલુ રાખતા વિવાદ વકર્યો છે અને ક્ષત્રિય સંગઠનો રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી કરી રહયા છે ત્યારે હવે શું થાય છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.