ભારત, આઝાદી, સ્વતંત્રતા દિવસ, આઝાકી કા અમૃત મહોત્સવ, India, Independence Day, 75th Year,

અંગીરસ હ. શુકલા. બ્રેમ્પટન કેનેડા
ભારતે આ વર્ષે પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતાં 76મા સ્વતંત્રતા દિવસની આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરી. આ ઉજવણી એક ભાવરીતે ભારત દેશમાં તથા વિદેશમાં વસતા ભારતીયોએ ઉજવી.
અંગ્રેજો દ્વારા 200 વર્ષની ગુલામીને નાબૂદ કરીને મહત્મા ગાંધીજીના નેતૃત્વમાં સ્વાતંત્ર સેનાનીઓએ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લઇ આ સિદ્ધી મેળવી છે. 14 ઓગસ્ટ 1947ની રાત્રે 12 કલાકે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ લાલ કિલ્લા પરથી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. તે સમયને ભારતે આર્થિક રીતે, ઔદ્યોગિકરણમાં, આરોગ્ય ક્ષેત્રે, વિદેશી સંબંધોમાં, સંરક્ષણ ક્ષેત્ર અને અવકાશમાં મેળવેલ સિદ્ધિઓ અગણિત છે. આ સિદ્ધિઓની ગણતરી કરીએ તો ભારત દેશ એક લૂંટાયેલો અને વિવિધ ક્ષેત્રે વહેંચાયેલો નિરાધર દેશ હતો.

ભારત, આઝાદી, સ્વતંત્રતા દિવસ, આઝાકી કા અમૃત મહોત્સવ, India, Independence Day, 75th Year,
ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસની તસવીર.

આ 75 વર્ષની સિદ્ધિઓમાં ભારતે ભવ્ય સફળતાની પ્રગતિની નોંધ દુનિયાએ અને વિકસિત દેશોએ પણ લીધી છે. ભારતની અર્થવ્યવસ્થા વિશે મેળવેલ સિદ્ધિઓની નોંધ લઇએ. સૌથી પહેલા તો જણાવી દઇએ કે બ્રિટિશરોએ પોતાના શાસન દરમિયાન ભારતમાંથી 45 ટ્રીલિયન જેટલી લૂંટ મચાવી હતી અને ભારતને કંગાળ દેશ બનાવેલો હતો. પરંતુ ભારતે ઝડપી ઔદ્યોગિક કરણની સિદ્ધિઓ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી લીધી. જેની નોંધ લઇએ તો ત્રણ ઔદ્યોગિક ક્રાંતિની નોંધ લેવી જરૂરી છે. જે ક્રાંતિઓમાં ગ્રીન, વ્હાઇટ અને બ્લુ ક્રાંતિ નોંધનીય છે. 1960ની ગ્રીન ક્રાંતિ, અનાજના ઉત્પાદનનમાં ભરેલ હરણફાળ, 1977ની વ્હાઇટ ક્રાંતિમાં ભારતે દૂધ અને તેની બનાવટોમાં વિશ્વની મોટી શ્વેત ક્રાંતિ કરીને ડેરી ઉદ્યોગને પ્રસ્થાપિત કર્યો હતો. પ્રવર્તમાન સમયમાં ભારત ડેરી ઉદ્યોગમાં વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરી પ્રગતિ કરે છે. તે સાથે વિવિધ ક્ષેત્રે ઉત્પાદન વધારીને બ્લુ ક્રાંતિની સિદ્ધિ હાંસલ કરી છે. 1991માં ભારતે ગ્લોબલાઇઝેશનની સ્થાપના કરી તે પહેલા બેંકોનું રાષ્ટ્રીયકરણ જેવા વિવિધ પગલાઓ ભરીને વિશ્વની આર્થિક સિદ્ધિઓમાં જોડાયેલ.

1947માં ભારતના પ્રતિ વ્યક્તિની આવક 2.89 ડોલર હતી જે 75 વર્ષની સ્વતંત્રતા પછી 1980 ડોલરે પહોંચી છે. જે મહાન સિદ્ધિ ગણી શકાય. જેનો શ્રેય ઝડપથી ઔદ્યોગિકરણની નીતિને આધારે છે. જે 3.88 ટકાના ભાગ તરીકે છે. સાત દાયકા પહેલા ભારતને પોતાની જરૂરિયાતોનો આધાર આયાત પર રાખી હતી જે 75 વર્ષની પછી વિવિધ ક્ષેત્રે નિકાસ કરતી રહી છે.

ભારત, આઝાદી, સ્વતંત્રતા દિવસ, આઝાકી કા અમૃત મહોત્સવ, India, Independence Day, 75th Year,

વિશ્વની અનેક કંપનીઓએ ભારતમાં પોતાના ઉદ્યોગો સ્થાપ્યા અને આ સમય દમિયાન ભારતની અનેક કંપનીઓની વિદેશમાં ઉદ્યોગો સ્થાપીને મેક ઇન ઇન્ડિયાનું સપનું સફળ બનાવેલ છે. તે સાથે ભારતે વિદેશમાં પોતાની વિદેશ નીતિને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે અને કોઇપણ દેશ પર આક્રમણથી વિરોધ કરતો રહેલ છે અને બાંગ્લાદેશને પણ સ્વતંત્રતા અપાવવામાં ભારતનો સિંહફાળો રહેલ છે. ઇઝારાયેલ અને પેલેસ્ટાઇન યુદ્ધમાં પણ પોતે તટસ્થ ભૂમિકા ભજવેલ છે. વિદેશમાં પણ પોતાની વિદેશ નીતિને કારણે આતંકવાદનો વિરોધ કરીને પાકિસ્તાનને દુનિયાના દેશોથી અલગ કરેલ છે. ભારત પર પાકિસ્તાન કરેલ આક્રમણમાં પણ વિદેશોએ ભારતને સાથ સહકાર આપેલ છે. પાકિસ્તાને જ્યારે યુનોમાં કાશ્મીરનો મુદ્દો ઉપસ્થિત કર્યો ત્યારે દુનિયાએ ભારતને ટેકો આપેલ છે. આજે ભારતની આ બધી સિદ્ધિઓની કોઇપણ યોજાતા સંમેલનોમાં પણ ભારતની નોંધ લેવાય છે. ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદ વિરોધની નોંધ મહાસંમેલનોમાં પણ લેવાતી હોય છે. આ 75 વર્ષની સફર સરળ રહી નથી. જ્યારે સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતે યુનોની સલામતી સમિતિમાંથી મુનાસિબ નનહતું. 1948માં પાકિસ્તાને પ્રથમ વખત કાશ્મીપર પર હુમલો કર્યો. જે સમયે કાશ્મીરના રાજાને ભારતે મદદ કરી જેના પરિણામે કાશ્મીરને ભારતમાં જોડાવવાની સંધી અમલમાં આવી. જેના કારણે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. આ તરફ પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરને ઉશ્કેરવાનું કામ પણ હાલ કરી રહ્યું છે. જેથી રાજ્યનો વિકાસ અટક્યો છે. 1996ના ચીન સાથેના યુદ્ધમાં ભારતની પીછેહઠ રહી પરંતુ 1965, 1971 અને 1999ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવી પડી હતી. અત્યારે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં પ્રવર્તતી અશાંત પરિસ્થિતિમાં પણ ભારત પોતાના રણક્ષ માટે સક્ષમ છે તે દુનિયાને જણાવી દીધું છે.

ભારત, આઝાદી, સ્વતંત્રતા દિવસ, આઝાકી કા અમૃત મહોત્સવ, India, Independence Day, 75th Year,
1971માં પાકિસ્તાનને ભૂંડી હાર મળ્યા બાદ પાકિસ્તાની આર્મી સાથે ભારતના વીર આર્મી ચીફ માણેક શૉ.

આરોગ્ય ક્ષેત્રે પણ ભારત દુનિયાથી ઘણું પાછળ હતું પરંતુ મોટી વસતી સાથે પ્રશ્ન એક મોટો પડકાર હતો. પરંતુ ભારતે તેમાં પણ ખુબ જ પ્રગતિ કરી છે. 1947માં ભારતમાં સરેરાશ આયુષ્ટ 32 વર્ષનું હતું અને ભારતમાં પ્રવર્તતા અન્ય રોગો જેવા કે મેલેરિયા, ટીબી એક મોટો પડકાર હતો. 1947માં ભારતમાં પ્રતિ વર્ષ મેલેરિયાના સાત કરોડ કેસ નોંધાતા હતા જે 1964માં 1 લાખ પર આવ્યા હતા એ જોતાં 23 ટકા લોકો મેરિયાથી પીડાતા હતા. પોલિયો પણ એક મોટો પડકાર હતો અને 500 બાળકો રોજ આ રોગથી લકવાગ્રસ્ત થતા હતા જેની સામેની લડાઇમાં ભારતે સફળતા મેળવી અને 2014માં ભારત પોલિયો મુક્ત જાહેર થયું. જે પ્રગતિ વિશ્વ માટે પણ આરોગ્ય ક્ષેત્રે ભારતની સિદ્ધિને વર્ણવે છે. 1977માં શીતળાના રોગ સામે પણ મુક્ત થવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે 2021માં બે અબજ કોવિડ વેક્સિનેશન કરીને દુનિયામાં પ્રસ્થાપિત કર્યું છે કે ભારતની આરોગ્ય નીતિ સફળ રહેવાની સાથે નોંધપાત્ર પણ છે. 1947માં 1 લાખમાંથી બે હજાર પ્રસૂતાનું મોત થતું હતું જે સ્વતંત્રતાના 75 વર્ષ પછી 103 પર આવી ગયું છે. ખૂબી એ છે કે 32 વર્ષની સરેરાશ આયુષ્યથી બમણી પ્રગતિ કરીને આજે 70 થી વધુ વર્ષની સરેરાશ છે. આ જ પૂરવાર કરે છે કે ભારત પાસે દુનિયાની અદ્યતન ફાર્મા કંપનીઓ છે.

ભારત, આઝાદી, સ્વતંત્રતા દિવસ, આઝાકી કા અમૃત મહોત્સવ, India, Independence Day, 75th Year,

ભારતે સ્વતંત્રતા મળ્યા પછી 17 વર્ષમાં જ અવકાશમાં જવાનો નિર્ધાર કર્યો. 1963માં પહેલું રોકેટ લોંચ કર્યું જે સમયે સાઇકલ અને બળદગાડામાં આ સિદ્ધિ મેળવવા માટે રોકેટના ભાગોની હેરાફેરી થતી હતી. સ્વતંત્રતાના આ 75 વર્ષની યાત્રામાં ભારત આજે અવકાશ ક્ષેત્રે પ્રગતિ કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. ભારતનો રાષ્ટ્રધ્વજ મંગળના ગ્રહ પર ફરકાવવાની સિદ્ધિ મેળવેલ છે.

યુનોની કાયમી સલામતી સમિતિના સભ્ય ન હોવા છતાં 1974ની 18મી મેએ ભારતે ન્યુક્લીયર પાવર ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ મેળવી. જેના થોડા સમય પછી અમેરિકાએ પણ જાણ મેળવવા માટે પોતાના સેટેલાઇટ અવકાશમાં રાખ્યા પરંતુ ભારતે ખુબ જ કાળજી લઇને દરેક કામગીરિ રાત્રિના સમય દરમિયાન કરી અને જરૂરી સાધનો સવાર થતા પોતાની જગ્યાએ પહોંચી જતા હતા જેની અમેરિકાના જાસૂસોને પણ ખબર પડી ન હતી. આ સિધ્ધિને સ્માઇલિંગ બુદ્ધા તરીકે પ્રચલિત કરી ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના રાજ રમન્નાએ ત્યારના વડાપ્રધાન ઇન્દિરાજીને બુદ્ધ હાસ્ય આપ્યું તે રીતની જાણ કરેલ. આ સમયે ભારત વિરુદ્ધ ઘણાં દેશોએ પોતાની અસહમિત બનાવી અસહકારનું વાતાવરણ બનાવ્યું હતું.

ભારતને આ સિદ્ધિઓ ક્યા આધારે મળી છે તે જોઇએ તો ભારતની લોકશાહી, શિક્ષણપ્રથા તથા સ્વતંત્રતાના પહેલા દિવસથી મતાધિકારનો ઉપયોગ સફળતાના મુખ્ય મુદ્દાઓ છે. અમેરિકાને મતાધિકારનો ઉપયોગ કરવા દેવા માટે 150 વર્ષ લાગ્યા હતા.

ભારતની સ્વતંત્રતા વખતે ભારતની વસતી 37 કરોડ હતી જ્યારે આજે વસતી 140 કરોડ છે. ભારતની મતાધિકારની પ્રથા ઘણી વખત વિવાદાસ્પદ રહી છે પરંતુ ભારતમાં લોકશાહીથી જ ચૂંટણી દર પાંચ વર્ષે થતી રહે છે. આ વિવાદનું એક કારણ એ છે કે મતદાતા મત આપે છે પરંતુ જાતિ આધારિત મતદાન થતું રહ્યું છે. પરંચુ દરેક મતદાતા મતદાન અચૂક કરે છે. 1975ના વર્ષમાં ઇન્દિરાજીએ આંતરિક કટોકટી જાહેર કરી. અખબારો પર સેન્સરશિપ લાવ્યા. વિરોધ પક્ષના નેતાઓને જેલમાં કેદ કર્યા, લોકશાહી તંત્રને આ બાવીસ મહિનાની કસોટીને કારણે સ્વતંત્રત સંસ્થાઓને ઘણું નુકસાન થયું, પરંતુ ત્યારબાદ પણ ભારતે પોતાની સ્વતંત્રતા જાળવી. પ્રવર્તમાન ખામીઓમાં જોઇએ તો ભ્રષ્ટાચાર, કામચોરોની નીતિ જવાબદાર છે. પરંતુ ભારતની સ્વતંત્રતા જળવાઇ રહે છે અને ગરીબાઇ નાબૂદી સાથે દુનિયાનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડ્યું છે. ભારતની શિક્ષણક્ષેત્રની પ્રગતિ પણ નોંધપાત્ર રહી છે. સાક્ષરતા દર 1947માં 12 ટકા હતો જ્યારે આજે 77 ટકાથી વધુ થયો છે. ભારતની પ્રગતિ માટે શિક્ષણ અતિ જરૂરી છે અને જે મૂળભૂત હક્કને જાગૃત કરવા સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના અને બાળકોને શાળા સુધી પહોંચાજવાનું અભિયાન સિદ્ધ થતાં આ પ્રગતિ શક્ય બની છે. ભારતમાં સ્વતંત્રતા સમયે 28 મેડિકલ કોલેજો હતી જે આજે 618 મેડિકલ કોલેજ સુધી પહોંચી છે. તે સાથે જ 4 ડેન્ટલ કોલેજ આઝાદી સમયે હતી જે આજે 323ને આંકડાએ પહોંચી છે. જ્યારે 33 એન્જીનીયરિંગ કોલેજમાંથી આજે 6000 થઇ છે.

પ્રવર્તમાન સમયમાં ભારતમાં અને વિદેશોમમાં ભારતના ડોક્ટરો, એન્જીનીયરો તથા અન્ય સંચાલન ક્ષેત્રે વિશ્વની સર્વોચ્ચ સંસ્થાઓમાં કાર્યરત છે અને સર્વોચ્ચ પદે કામગીરી પણ કરી રહ્યા છે. ભારતની આ પ્રગતિ સૌથી મોટી લોકશાહી, સર્વોચ્ચ યુવાધન, મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા અન્ય વ્યવસાયોને આભારી છે. આજ કારણસર દુનિયાના વિવિધ દેશો ભારતના વ્યવસાયોમાં ભાગીદારી ઇચ્છે છે. ભારત જ્યારે પોતાનો 76મો જન્મદીન ઉજવે છે ત્યારે આ સિદ્ધિઓનો ઉલ્લેખ જરૂરી છે. નજીકના 25 વર્ષમાં ભારત વધુ હરણફાળ ભરશે એવી આશા સાથે ‘ભારત માતા કી જય’.

ભારત, આઝાદી, સ્વતંત્રતા દિવસ, આઝાકી કા અમૃત મહોત્સવ, India, Independence Day, 75th Year,