પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી ટી-20 શ્રેણીમાં પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 46 રને વિજય મેળવ્યો છે, સાથેજ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં કોરોનાએ એન્ટ્રી કરતા ખેલાડીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ન્યૂઝીલેન્ડનો સ્ટાર બોલર મિચેલ સેન્ટનર કોરોના પોઝીટીવ આવતા તેને પાકિસ્તાન સામેની પ્રથમ ટી-20માંથી બહાર કરી દેવાયો છે.
શુક્રવારે સવારે સેન્ટનર કોવિડ-19થી સંક્રમિત હોવાનું નિદાન થયુ હતું.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે.
સેન્ટનર ટી-20 ફોર્મેટમાં વિશ્વસનીય ખેલાડી છે. તેણે 64 ઇનિંગ્સમાં 610 રન બનાવ્યા છે. આ સાથે જ 93 મુકાબલામાં તેના નામે 105 વિકેટ છે. પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની પીચ પર તેની મહત્વનો ખેલાડી સાબિત થાય તે પહેલાં તે કોરોના સંક્રમિત બનતા હવે તે રમી નહિ શકે.ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહી છે. મિશેલ સેન્ટનર આ મેચમાં નથી રમી રહ્યો. તે કોરોના પોઝિટિવ થઈ ગયો છે, અને તેથી જ તે પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ T20 રમી શક્યો નથી.