રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની દરેક સંસ્થા આજે સ્વતંત્ર અને ન્યાયી નથી. આજે ભારતની દરેક સંસ્થા RSSના નિયંત્રણમાં છે. અમે માત્ર એક રાજકીય પક્ષ સામે નથી લડી રહ્યા, અમે ભારતના આખા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે લડી રહ્યા છીએ.

કોંગ્રેસ વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મોંઘવારી, Rahul Gandhi, Congress, sonia gandhi, congress protest, Inflation,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે દેશભરમાં હંગામો ચાલુ છે. જ્યાં દિલ્હીમાં વરસાદ હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉગ્ર વિરોધ કર્યો હતો. તો સાંસદોએ કાળા કપડા પહેરીને સંસદથી માર્ચ કાઢી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના તમામ સાંસદો હાજર રહ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ માર્ચ કાઢવામાં આવી રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાની યોજના ધરાવે છે. જો કે દિલ્હી પોલીસે વિજય ચોક રોડ પર નાકાબંધી કરીને રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા હતા.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ પોલીસે અમને રોક્યા હતા.. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. અહીં વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. તે જ સમયે, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથને લઈને છે. મોંઘવારીએ દરેકને અસર કરી છે. રાજકીય પક્ષ હોવાના નાતે લોકોનો અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે. એટલા માટે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ.

બીજી તરફ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટી કાર્યાલયથી રેલી કાઢી રહ્યા છે. કોંગ્રેસના વિરોધને જોતા કોંગ્રેસ મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં 10થી વધુ બસો ઉભી રાખવામાં આવી હતી. જેથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી શકાય.

દિલ્હી પોલીસે કહ્યું- જંતર-મંતર પર જ વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી
દિલ્હી પોલીસે કોંગ્રેસને પત્ર લખીને કહ્યું છે કે જંતર-મંતર સિવાય સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં કલમ 144 લાગુ છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી શકાય નહીં. જો કલમ 144નો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવી દિલ્હી વિસ્તારના ડીસીપીએ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલને આ પત્ર 4 ઓગસ્ટ અને 2 ઓગસ્ટે બે વાર લખ્યો છે. માહિતીની સાથે ચેતવણી પણ આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને નવી દિલ્હી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનને લઈને ગુપ્તચર વિભાગ તરફથી કેટલાક ઈનપુટ પણ મળ્યા છે, જેના કારણે આજે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ખાસ કરીને પીએમ આવાસ અને તમામ વીવીઆઈપીના ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે.