કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, કમલનાથ અને અશોક ગેહલોતના પુત્રને ટિકિટ આપી
2 ધારાસભ્યો, 1 પૂર્વ MLA અને 4 નવા ચહેરા મેદાને ઉતાર્યા, ગેનીબેન બનાસકાંઠાથી, વસોયા પોરબંદરથી લડશે
કોંગ્રેસે તેના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશની છિંદવાડા સીટ માટે નકુલ નાથને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાનને પણ ચુરુથી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે, કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ અપાઇ છે.
ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર કરી શકે છે. આ સાથે જ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે કોંગ્રેસે તેના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ યાદીમાં 7 જનરલ, 13 OBC, 10 SC, 9 ST અને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.
7મીએ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત
- કચ્છ સભા- નીતિશ લાલન
- બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય)
- પોરબંદર- લલિત વસોયા (પૂર્વ ધારાસભ્ય)
- અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા (પ્રવક્તા)
- અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
- બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડ- અનંત પટેલ (ધારાસભ્ય)
પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા
અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.