લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ફરી 57 ઉમેદવારોની યાદી જાહેર કરી.
તેમાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના 56 ઉમેદવારોના નામ છે.
આ યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારો પણ જાહેર કરાયા છે,આ પહેલા ગુજરાત માટે કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની જાહેર થઈ ચૂક્યા છે મતલબ કે કોંગ્રેસ દ્વારા 26 માંથી કુલ 18 ઉમેદવારોના નામ ડિકલેર કર્યા છે.
ત્રીજી યાદીની વાત કરવામાં આવેતો કોંગ્રેસ દ્વારા અરુણાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની 57 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
●કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે જે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તે આ મુજબ છે
(૧) ચંદનજી ઠાકોર (પાટણ)
(૨) ડૉ. તુષાર ચૌધરી (સાબરકાંઠા)
(૩) અમિત ચાવડા (આણંદ)
(૪)અમરેલીથી જેનીબેન ઠુમ્મર (અમરેલી)
(૫) સોનલ પટેલ (ગાંધીનગર)
(૬) જે પી મારવિયા(જામનગર)
(૭) કાળુસિંહ ડાભી (ખેડા)
(૮) ગુલાબસિંહ ચૌહાણ (પંચમહાલ)
(૯) પ્રભાબેન તાવિયાડ (દાહોદ)
(૧૦) સુખરામ રાઠવા (છોટાઉદેપુર)
(૧૧) નિલેશ કુંબાની (સુરત)
●આ પહેલા ગુજરાતમાં આ સાત ઉમેદવાર ડિકલેર કરાયા હતા.
કચ્છ (SC) બેઠક નીતિશ લાલન, બનાસકાંઠા બેઠક માટે ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમ (SC) બેઠક ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી (ST) સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડ (ST) બેઠક પર અનંત પટેલ અને અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને જાહેર કરાયા છે.
આ પૈકી અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ પોતાના પિતાની તબિયત સારી નહિ હોવાનું કારણ જણાવી પોતાની ઉમેદવારી પાછી ખેંચી ચૂક્યા છે.