ભારતની પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સિંગાપોરને 3-1હાર આપી, જીતમાં ગુજરાતના સુરતનો હરમીત દેસાઇ હીરો, હરમીતે સિંગલ્સ અને ડબલ્સની બંને મેચ જીતી, સુરતમમાં પરિવારે ગોલ્ડન દિવસની કરી ઉજવણી
પીએમ મોદી સહિત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન
ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. ભારત માટે ડબલ્સમાં, સાથિયાન જ્ઞાનસેકરન અને હરમીત દેસાઈએ યોંગ ઇઝાક ક્વેક અને યુ એન કોએન પેંગને હરાવી મજબૂત પ્રદર્શન કર્યું હતું. મેન્સ સિંગલ્સની મેચમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. PM મોદીએ સમગ્ર ટીમને ગોલ્ડ મેડલ બદલ અભિનંદન આપ્યા હતા તો બીજીતરફ જીતને પગલે સુરતમાં હરમીત દેસાઇના ઘરે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ટીમ ઈવેન્ટની પ્રથમ ડબલ્સમાં સાથિયાન અને હરમીતની જોડીએ 3-1થી જીત નોંધાવી હતી. તેઓએ સિંગાપોરના યાંગ યેક અને યુ પેંગને 13-11, 11-7 અને 11-5થી હરાવ્યા હતા. આ પછી શરથ કમલને સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી સિંગલ્સમાં ભારતનો વિજય થયો હતો. જેમાં સાથિયાનો 3-1થી વિજય થયો હતો. તેણે ટીમને 2-1ની લીડ અપાવી હતી. અંતે હરમીતે તેની સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.