ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે જેનાથી જનજીવન પ્રભાવિત બન્યું છે
રાજ્યમાં નલિયાનું 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન,અમદાવાદમાં 16.7, વડોદરા 16.2 ડિસામાં 14.2, ઓખામાં 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુરુવારે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રીથી લઈને 21.8 ડિગ્રી સુધી રહ્યું છે.

જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે તા. 22 થી 24 ડિસેમ્બર દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને 23 ડિસેમ્બરે ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ વરસાદની આગાહી થઈ છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય અને નાગાલેન્ડના અલગ-અલગ ભાગોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે તા.22 ડિસેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે પરિણામે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં પર્વતોમાં તાજી હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે.
ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી અને તે પછી 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી થઈ છે.