હાલ 60 ટકાથી વધુ મતોની ગણતરી પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે વિક્ટોરિયા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ લેબર પાર્ટીને વધુ બેઠકોની ગિફ્ટ આપી છે
શરૂઆતની મતગણતરીમાં ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીએ 21 થી વધુ બેઠક પર જીત મેળવી

Courtesy -ABC News

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઓસ્ટ્રેલિયામાં ફેડરલ ઇલેક્શન 2022 માટેનું મતદાન પૂર્ણ થયું છે અને હવે મતગણતરી પણ શરૂ થઇ ચૂકી છે. શરૂઆતના રુઝાન અને પરિણામ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના વર્તમાન વડાપ્રધાન સ્કોટ મોરિસનને નિરાશા હાથ લાગી છે. કારણ કે શાસક લિબરલ નેશનલ પાર્ટી કરતા ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી આ લખાઇ રહ્યું છે ત્યારે 72 બેઠક પર કબજો જમાવ્યો છે. જ્યારે લિબરલ નેશનલ પાર્ટીને 50 બેઠકો હાલ મળી રહી છે. આ ચૂંટણીમાં ઓસ્ટ્રેલિયન ગ્રીન પાર્ટીએ પણ સારો દેખાવ કર્યો છે અને હાલ 3 બેઠક પર જીત મેળવી ચુક્યા છે. આ તરફ અન્ય 12 સીટ પર જીત્યું છે. આ સાથે જ લેબર પાર્ટીના એન્થની આલ્બનીઝ ઓસ્ટ્રેલિયાના 31મા વડાપ્રધાન બની શકે છે.

વિક્ટોરિયામાં લિબરલ પાર્ટીના સુપડા સાફ
ઓસ્ટ્રેલિયાની ફેડરલ ચૂંટણીમાં વિક્ટોરિયાને પગલે લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી રહ્યો છે. લિબરલ પાર્ટીને અહીં માત્ર 8 જ બેઠક પર સરસાઇ ધરાવે છે જ્યારે લેબર પાર્ટીનું બુલડોઝર 23 બેઠક પર ફરી વળ્યું છે. જ્યારે ગ્રીન 1 તથા અન્ય 2 બેઠક પર વિજયી બન્યા છે. ધરાવે છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા લેબર પાર્ટીને સત્તા પર બેસાડશે
દેશના ઘણાં રાજ્યોમાં ભલે લિબરલ અને લેબર પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હોય પરંતુ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા લેબર પાર્ટી માટે સ્વર્ગ સાબિત થયું. આ લખાઇ રહ્યું છે ત્યારે વોટ શેરિંગમાં 7.5 ટકાનો વધારો લેબરની તરફેણમાં રહ્યો અને તેને પગલે જ 12 બેઠકમાંથી 9 બેઠક પર લેબર પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે લિબરલ હાલ 3 બેઠક પર જ સરસાઇ ધરાવે છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટીએ 12 ટકાથી વધુ વોટ ગુમાવ્યા છે તો બીજીતરફ લેબર પાર્ટીની સાથે ગ્રીન, તથા અન્ય નાની પાર્ટીઓનો પણ વોટ શેર વધ્યો છે.

ગુજરાતી મૂળના મનીષ પટેલ મતગણતરીમાં પાછળ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુજરાતના એક યુવાને પોતાની લિબરલ પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો હતો જોકે વિક્ટોરિયાની કોરિયો બેઠક પરથી મનીષ પટેલ હાલ પાછળ ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીના રિચર્ડ માર્લ્સે મનીષ પટેલ પર 10 હજારથી વધુ મતની સરસાઇ ધરાવે છે.

લિબરલ પાર્ટીના કોરિયો બેઠક ઉમેદવાર મનીષ પટેલ.


નોંધ- પરિણામના આધારે સમાચાર સતત બદલાતા રહેશે.