દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે.
જેમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી અનિયમિતતા કેસમાં પોતાની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.
અગાઉ મંગળવારે, હાઈકોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી.
કેજરીવાલે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને ED રિમાન્ડ પર મોકલવાના આદેશને પણ પડકાર્યો હતો.
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ લાંબી દલીલો સાંભળ્યા બાદ 3 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો.
હાઈકોર્ટે કેજરીવાલની એ દલીલને પણ નકારી કાઢી હતી કે તેમની ધરપકડ લોકસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી હતી અને આ કેસમાં આરોપી બનેલા સરકારી સાક્ષીના ચૂંટણી બોન્ડ રાજકીય પક્ષને આપવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી લડવા માટે કોણ ટિકિટ આપે છે અથવા ચૂંટણી બોન્ડ કોણ ખરીદે છે તે કોર્ટની ચિંતા નથી. એટલું જ નહીં, કોર્ટે EDની એ દલીલને પણ સ્વીકારી લીધી કે આમ આદમી પાર્ટી એક કંપનીની જેમ કામ કરી રહી છે.
હવે આ મુદ્દાને કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.