ગાંધીનગરના રાજભવનમાં 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથ વિધી યોજાશે.
CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગરના રાજભવનમાં 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથ વિધી યોજાશે. ધારાસભ્યોને આવતીકાલ સાંજ સુધી ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવશે. આવતીકાલ રાતથી સંભવિત મંત્રીઓને કોલ કરવામાં આવશે.
નોંધનીય છેકે ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બાદ ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લી પહોંચ્યા છે.
*પ્રદીપસિંહ જાડેજા
રાકેશ શાહ
જગદીશ પંચાલ
શૈલેષ મહેતા સોટ્ટા
મનીષા વકિલ
કેતન ઈનામદાર
રાજેન્દ્ર ત્રિવેદી
આર સી ફળદુ/ જીતુ વાઘાણી
આત્મારામ પરમાર (50%)
સૌરભ પટેલ (50%)
જયેશ રાદડિયા
કુંવરજી બાવળિયા
જવાહર ચાવડા
ગણપત વસાવા/કુબેર ડીંડોર
ઋષિકેશ પટેલ
શશીકાંત પંડ્યા
નિમિષા પંચાલ
કનું પટેલ
કિરીટસિંહ રાણા /હકુભા
હિતુ કનોડિયા ડાર્ક હોર્સ
દિલીપ ઠાકોર
કાંતિ બલર સુરત
અરવિંદ રાણા – સુરતી
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરવામાં આવશે. બુધવાર સાંજ સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય એવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 15 નામનો ઉમેરો થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આમ, આખાય મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ લેશે તેવું લાગી રહ્યું છે.