ચીનની નાગરિક જાસૂસી એજન્સી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી (એમએસએસ) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓએ બ્રિટનની ગુપ્તચર એજન્સી MI6ના એક જાસૂસને ઝડપી લીધો છે.

ચીન જે જાસૂસની વાત કરી રહ્યું છે તે બ્રિટનનો વિદેશી નાગરિક અહીંની એક મોટી કન્સલ્ટન્સી ફર્મના વડા તરીકે કામ કરતો હતો.
આરોપ છે કે આ નાગરિક બ્રિટન માટે જાસૂસી કરતો હતો.
ચીનની નાગરિક જાસૂસી એજન્સી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી (એમએસએસ) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બ્રિટનની ગુપ્તચર એજન્સી MI6 માટે કામ કરી રહ્યો હતો.

ચીનની MSSએ અહેવાલ આપ્યો કે હુઆંગે 2015 માં MI6 સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, હુઆંગ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે અગાઉ પણ ઘણી વખત ચીનનો પ્રવાસ કરી ચૂક્યો છે, બ્રિટનના MI6 એ હુઆંગને તાલીમ અને આધુનિક જાસૂસી સાધનો પૂરા પાડ્યા હતા જેથી MI6 કથિત જાસૂસ સાથે વાતચીત કરી શકે.
એમએસએસનું કહેવું છે કે હુઆંગે MI6ને ઘણી મહત્વપૂર્ણ માહિતી બ્રિટનને મોકલી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુઆંગને કાયદા અનુસાર કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી છે.
જોકે, આ અંગે હજુસુધી બ્રિટન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ચીન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી કન્સલ્ટન્સી ફર્મ્સ સામે કાર્યવાહી કરી રહ્યું છે.
ગયા વર્ષે મે મહિનામાં પણ ચીનની સ્ટેટ સિક્યોરિટીએ કહ્યું હતું કે કેપવિઝનની અનેક ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
કેપવિઝન એ સલાહકાર નેટવર્ક છે જેનું મુખ્ય મથક શાંઘાઈ અને ન્યુ યોર્કમાં છે.
આ ઉપરાંત અમેરિકન કંપની મિન્ટ્ઝ ગ્રુપની બેઈજિંગ ઓફિસને પણ બંધ કરી દેવામાં આવી હતી અને તેના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

સુરક્ષાના દૃષ્ટિકોણથી ચીને વિદેશી કંપનીઓ માટે કેટલીક નવી શરતો પણ લાદી છે, જેનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચીનની સિવિલિયન ઇન્ટેલિજન્સ એજન્સી (MSS) એ તાજેતરમાં તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો છે અને હવે તે ચીનના સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે.