ચીન ફરી એકવાર નવો જૈવિક પ્રયોગ કરી રહ્યું હોવાના અહેવાલ છે અને જેનાથી ફરીએકવાર કોરોના જેવી ખતરનાક બિમારી ઉભી થવાનો ખતરો ઉભો થયો છે,3 વર્ષ પહેલા એટલે કે 2020માં સમગ્ર વિશ્વમાં કોરોના નામના ખતરનાક વાયરસે દસ્તક આપી હતી,જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. આખી દુનિયાએ કોરોના રોગ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું, કારણ કે આ વાયરસ ચીનની વુહાન લેબમાંથી નીકળ્યો હતો,જો કે, ચીન ફરી એકવાર આખી દુનિયાને કોરોના જેવી મહામારીની ઝપેટમાં લઈ શકે છે.

તાજેતરમાં 3 જાન્યુઆરીએ bioRxiv નામની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ચીન નવા જીવલેણ કોવિડ જેવા અન્ય જૈવિક વાયરસ પર પ્રયોગ કરી રહ્યું છે,આ દાવો પ્રી-પીઅર રિવ્યુ કરેલ જર્નલમાં કરવામાં આવ્યો છે. તેણે દાવો કર્યો છે કે ચીની સેનાના પ્રશિક્ષિત ડોક્ટરે કહેવાતા પેંગોલિન કોરોના વાયરસ નામનું નવું વેરિઅન્ટ તૈયાર કર્યું છે,ચીની સેનાના પ્રશિક્ષિત ડોકટરોની ટીમે ઉંદરોના જૂથ પર પેંગોલિન કોરોનાવાયરસ વેરિઅન્ટનો પ્રયોગ કર્યો હતો જેના ઘાતક પરિણામ જોવા મળ્યા.
પેંગોલિન કોરોના વાયરસ ઉંદરોને કેવી રીતે અસર કરે છે તે જાણવા જૂથના ચાર ઉંદરોને સક્રિય વાયરસનો ડોઝ આપવામાં આવ્યો હતો અને બાકીના 4 સારા ઉંદરોને ચેપગ્રસ્ત ઉંદરો સાથે રાખવામાં આવ્યા હતા. તેઓએ જોયું કે 7-8 દિવસમાં, તંદુરસ્ત ઉંદરો ચેપગ્રસ્ત ઉંદરોના સંપર્કમાં આવ્યા પછી ચેપનો શિકાર બન્યા હતા. તે પછી, ડોકટરોએ શોધી કાઢ્યું કે સંપૂર્ણ રીતે સંક્રમિત થયા પછી,પાંચ દિવસમાં તમામ ઉંદરોના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો અને તેની આંખો સફેદ થઈ ગઈ અને આખરે તે મૃત્યુ પામ્યા.

ચીન દ્વારા ઉંદરો પર કરવામાં આવેલા ઘાતક પ્રયોગોના પરિણામો ખૂબ જ ખતરનાક હતા.
વાયરસ સાથે ઉંદરોને ડોઝ કર્યા પછી, તેમનામાં ખતરનાક ફેરફારો જોવા મળ્યા હતા, સૌ પ્રથમ ચેપગ્રસ્ત ઉંદરોના ફેફસામાં વાયરસ ફેલાય છે.
આ પછી આ વાયરસ તેના મગજ પર પણ હુમલો કરતા તે ઉંદરોના મૃત્યુ થયા હતા.
આ પ્રયોગથી સાબિત થયું કે પેંગોલિન કોરોનાવાયરસ hACE2 ઉંદરના મૃત્યુ માટે જવાબદાર છે, ઉંદરો ઉપર થયેલા પ્રયોગ બાદ જાણી શકાયું કે આ વાયરસ મનુષ્ય માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
આમ,ચીને નવા જૈવિક વાયરસનું નિર્માણ કરતા ભારે ફફડાટ ફેલાયો છે જો આ વાયરસ લીક થઈ જાયતો તેના શુ પરિણામ આવે તેની કલ્પના પણ ખૂબજ ધ્રુજાવનારી છે.
આમ,ચીને ફરી એકવાર નવો વાયરસ તૈયાર કરી તેનું સંશોધન કર્યું છે જે ખુબજ ઘાતક છે.