ડેલ્ટા વેરિએન્ટનો કેર વધતા ફુજિયાન શહેરની 45 લાખની વસતિ ઘરમાં કેદ

ફુજિયાનના પુટિયનમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ 

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કેર વધી રહ્યો છે. ફુજિયાન પ્રાંતમાં કડક લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. ઓછામાં ઓછા 4.5 મિલિયન લોકો ઘરોમાં કેદ થયા છે. શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે અને અહીંના લોકોમાં કોરોના ચેપના વધુ કેસ મળવાની સંભાવના છે. 

દક્ષિણપૂર્વ પ્રાંતના ફુજિયાનમાં સિનેમાઘરો, જીમ અને રાજમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંના રહેવાસીઓને શહેર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે ફરીથી દેખાતા ચીના આ શહેરમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.. પુટિયા શહેરની વસ્તી ૩.૨ મિલિયન છે. કોરોના ચેપના જોખમ વચ્ચે ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ નિષ્ણાત ટીમ મોકલી છે. અહીંની કેટલીક શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કોરોનાના કુલ 95થી વધુ કેસ

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કોરોનાના કુલ 95,248 કેસ નોંધાયા હતા જ્યારે 4,636 લોકો મૃત્યુ પામ્યા હતા. ચીનમાં છેલ્લે જિયાંગસુમાં કોરોનાફાટી નીકળ્યો હતો જે તાજેતરમાં બે અઠવાડિયા પહેલા સમાપ્ત થયો હતો. હવે કોઈ નવા કેસ નથી. છેલ્લા કોરોના આઉટ બ્રેકનો વિનાશ જિયાંગસુમાં એક મહિના સુધી ચાલુ રહ્યો હતો. એક સ્થાનિક આરોગ્ય અધિકારીનું કહેવું છે કે પુટિયનના કેસોની તપાસમાં બહાર આવ્યું છે કે આ માણસોને ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટથી ફટકો પડ્યો છે.