મુંબઈને 157 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ માત્ર 136/8 નો સ્કોર બનાવી શકી અને CSK એ મેચ 20 રનથી જીતી લીધી.
મેચ વિનીંગ 88 રન ફટકારનાર ઋતુરાજ ગાયકવાડ મેન ઓફ ધ મેચ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) -14 નો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. આ સીઝનની બાકીની તમામ મેચ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રમાશે. ટુર્નામેન્ટના બીજા ભાગની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નઈએ મુંબઈને 20 રને હરાવ્યું.
ચેન્નઈએ મુંબઈ સામે જીતવા માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 138 રન જ બનાવી શકી હતી. આ સાથે ચેન્નાઈએ પણ આ સિઝનમાં મુંબઈ પાસેથી હારનો બદલો લીધો છે. રોહિત શર્માની જગ્યાએ કેરોન પોલાર્ડ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.
DRS એ અપાવી પ્રથમ સફળતા
દીપક ચાહરે ક્વિન્ટન ડી કોક (17) ને આઉટ કરીને CSK ને પ્રથમ સફળતા અપાવી હતી. ડીઆરએસ પર ચેન્નાઈને આ વિકેટ મળી. ઇનિંગની ત્રીજી ઓવર દીપક ચાહરે ફેંકી હતી અને બીજો બોલ ડી કોકના પેડ પર અથડાયો હતો અને અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. આ પછી ધોનીએ એક drs લીધો અને બોલ સ્ટમ્પની લાઇનમાં હોવાને કારણે ડી કોકને મેદાનની બહાર જવાનો રસ્તો જોવો પડ્યો.
કિરોન પોલાર્ડ ટીમને મેચ વિનિંગ ઇનિંગ્સ આપશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેનું બેટ પણ શાંત દેખાતું હતું અને જોશ હેઝલવુડે પોલાર્ડ (15) ને એલબીડબલ્યુ આઉટ કરીને CSK ને પાંચમી સફળતા અપાવી હતી. બીજી જ ઓવરમાં બ્રાવોએ શાનદાર ફિલ્ડિંગ કરી અને પંડ્યા (4) રન આઉટ થયો. એડમ મિલને અને સૌરભ તિવારીએ 7 મી વિકેટ માટે 40 રન જોડ્યા. મિલ્ને (15) બ્રાવોની બોલ પર રન આઉટ થયો હતો. તિવારીએ સૌથી વધારે 50 રં બનાવી અણનમ રહ્યો.
ગાયકવાડ મેન ઓફ ધ મેચ
ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી અને 58 બોલમાં અણનમ 88 રન બનાવ્યા. ગાયકવાડની આ ઇનિંગ ચેન્નઈ માટે ખૂબ જ નિર્ણાયક સમયે આવી. આઈપીએલમાં આ તેની સતત છઠ્ઠી અર્ધસદી હતી અને યુએઈમાં તેની સતત ચોથી અડધી સદી હતી. તે જ સમયે, ડ્વેન બ્રાવોએ માત્ર સાત બોલમાં 23 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં સતત 3 સિક્સર ફટકારી હતી