શેપરટનના પાઇન ઇન્ટરસેક્શન પર થયો હતો અકસ્તામ, ચાર લોકોનાં થયા હતા મોત, હવે કારમાં બચી ગયેલા ડ્રાઇવર સામે આરોપો ઘડાયા

વિક્ટોરિયાના ગ્રામીણ વિસ્તારમાં એક યુટ સાથે કાર અથડાઈ જેમાં વિનાશક દુર્ઘટનામાંથી એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ પર તેના ચાર મુસાફરોના મૃત્યુનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા બુધવારે બપોરે શેપરટન નજીક પાઈન લોજના એક ઇન્ટરસેક્શન પર પ્યુજો સેડાન જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે ટોયોટા હિલક્સ સાથે અથડાઈ હતી જેમાં ચાર માણસો મૃત્યુ પામ્યા હતા અને કારનો ડ્રાઇવર બચી જવા પામ્યો હતો.
આ તરફ કારના ડ્રાઈવર, 41 વર્ષીય વ્યક્તિને આ અકસ્માતમાં છાતીમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તે પોલીસ રક્ષક હેઠળ રોયલ મેલબોર્ન હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે, તેના પર મૃત્યુનું કારણ બને તેવા જોખમી ડ્રાઇવિંગના ચાર કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને 8 જૂને મેલબોર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા માટે રિમાન્ડ આપવામાં આવ્યો હતો.
ગયા અઠવાડિયે, પોલીસ દુર્ઘટનામાં માર્યા ગયેલા ચાર માણસોમાંથી બેને ઓળખવા માટે સંઘર્ષ કરી રહી હતી કારણ કે તે સમયે કોઈ પણ મુસાફરોની ઓળખ સાથે ન હતી. પોલીસે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિઓમાંથી ત્રણે કથિત રીતે સીટબેલ્ટ પહેર્યા ન હતા અને અકસ્માત બાદ કારમાંથી ફંગોળાઇ ગયા હતા.
હિલક્સના ડ્રાઇવરે ટ્રિપલ-0 પર ફોન કર્યો હતો અને મદદ માટે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે તે આ ઘટનાથી આઘાત અનુભવી રહ્યા છે. હિલક્સના ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ થઈ હતી.