સુખજિંદર રંધાવા અને બ્રહ્મ મોહિન્દ્રા ડેપ્યુટી CM બનશે; કાલે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ

પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરી આપી જાણકારી

ચન્નીએ અગ્રણી લોકોમાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું.
કોંગ્રેસમાં સવારે સુખવિંદર રંધાવાની સહમતી થઈ અને સાંજે ચરણજીત સિંહે બાજી મારી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ ગયું છે. ચરણજીત સિંહ ચન્નીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમને કોંગ્રેસ વિધાયક દળના નેતા તરીકે જાહેરાત કરવામાં આવી છે.

પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપી દીધા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને નવા નવા ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા. આ વચ્ચે હવે સુખજિંદર સિંહ રંધાવાનું નામ પર સંમતિ થઈ હોય તેવું લાગી રહ્યું હતું.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લાં કેટલાય મહિનાથી ચાલી રહેલો સત્તા સંઘર્ષ આખરે અંતિમ ચરણ પર પહોંચ્યો અને ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપવું પડ્યું છે.

પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટ સિંહે ધારાસભ્ય દળની બેઠક રદ્દ થઈ હોવાની માહિતી આપી હતી. પાર્ટી હવે સૌથી પહેલા મુખ્યંમત્રી પદના નામ પર એકજૂથતા સાધવા પ્રયત્ન કરી રહી છે. અંબિકા સોનીએ પોતાના આ નિર્ણય પાછળ સ્વાસ્થ્યનું કારણ દર્શાવ્યું હતું. પાર્ટીના તમામ લોકોએ અંબિકા સોનીને વારંવાર મુખ્યમંત્રી પદ સંભાળવા માટે અને તેમના નામ માટે સરળતાથી સર્વસંમતિ બનશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.