ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.1 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચોની શ્રેણી 2-1થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમને દરેક કિંમતે જીતની જરૂર હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.2 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી બેટ્સમેનોમાં ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે યુઝવેન્દ્ર ચહલે ત્રણ સફળતા મેળવી હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 38 રન બનાવ્યા હતા. દરમિયાન, કેપ્ટન ટેમ્બા બાવુમા (8) અને રીઝા હેન્ડ્રીક્સ (23) જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. આગળની ઓવરમાં, ચહલે પણ રોસી વાન ડેર ડ્યુસેન (1)ને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને 40 રન પર ત્રીજો ફટકો આપ્યો હતો.
9મી ઓવરમાં ચહલે ડ્વેન પ્રિટોરિયસ (20)ને પેવેલિયન મોકલીને તેની બીજી વિકેટ લીધી હતી. દરમિયાન દક્ષિણ આફ્રિકાએ 57 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હજુ પણ તેમને જીતવા માટે 123 રનની જરૂર હતી. આ પછી ડેવિડ મિલર (3)ને પણ હર્ષલે પોતાનો શિકાર બનાવ્યો, જેના કારણે આફ્રિકાની અડધી ટીમ 11 ઓવરમાં 71 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ.
ક્લાસેન અને વેઈન પાર્નેલ લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. બંનેએ સાથે મળીને 14.4 ઓવરમાં ટીમનો સ્કોર 100 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ પછીના બોલ પર ક્લાસેન (29) ચહલના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી પાર્નેલ અને કાગિસો રબાડાએ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. પરંતુ 17મી ઓવરમાં હર્ષલે રબાડા (9)ને ચહલના હાથે કેચ કરાવ્યો અને દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે 113 રનમાં ફટકાર્યા હતા.
આ પછી કેશવ મહારાજ (11), એનરિક નોર્ટજે (0) અને તબરેઝ શમ્સી (0) પણ જલ્દી પેવેલિયન પરત ફર્યા, કારણ કે દક્ષિણ આફ્રિકા 19.1 ઓવરમાં 131 રનમાં સમેટાઈ ગયું હતું. પાર્નેલ (22) અણનમ રહ્યો હતો. 5 મેચની સિરીઝ માં ભારત 2-1 થી પાછલ છે.