હોળી 2024: રંગોનો તહેવાર હોળી, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહયો છે.

આજે સોમવારે રંગો અને ગુલાલથી હોળી-ધુળેટી રમવામાં આવી રહી છે.

સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો આ પર્વ મનાવી રહયા છે.

અમેરિકામાં રાજધાની વોશિંગ્ટન ડીસીના ડુપોન્ટ સર્કલમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોકોએ સંગીતનો આનંદ માણ્યો અને ડાન્સ કર્યો.

ભારતમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેઈનરે હોળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
સ્ટેનરે હિન્દીમાં પોસ્ટ કરીને લખ્યું, ‘હોલી હૈ ભાઈ હોલી હૈ! ખરાબ ન લગાડશો, હોળી છે!