બન્નેના દિલ્હી-મુંબઈ સહિતનાં સ્થળો અને ઘણા ઠેકાણા પર સર્ચ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ચાલુ કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઘણા સ્થળો (નિવાસસ્થાન અને કાર્યાલય) પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમના ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈ સહિત સાત સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાથી કોંગ્રેસના સાંસદ છે. તેમની સામે ચાલી રહેલા કેસમાં સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-2014 વચ્ચે કથિત વિદેશી રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ સામે નવો કેસ નોંધ્યો છે.
કાર્તિ ચિદમ્બરમ સામે અનેક મામલામાં તપાસ ચાલી રહી છે. આમાંથી એક કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) સાથે પણ સંબંધિત છે. 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે INX મીડિયાને FIPBની મંજૂરી સંબંધિત ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યો છે.