કેનેડામાં ભારત સહિત અન્ય દેશોમાંથી મોટા પ્રમાણમાં વસાહતીઓના ધસારાને કારણે વર્ષના પ્રથમ નવ મહિનામાં વિક્રમી વસ્તી વધારો નોંધાયો હતો.
આ માહિતી સત્તાવાર ડેટામાંથી પ્રાપ્ત થઈ છે.

સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરે કેનેડાની વસ્તી 4,05,28,396 હોવાનો અંદાજ હતો જે તા. 1 જુલાઈથી અત્યાર સુધીમાં 4,30,635 લોકો એટલે કે 1.1 ટકાનો વધારો થયો છે.

સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જણાવ્યું હતું કે, “1957ના બીજા ક્વાર્ટરમાં કેનેડાની વસ્તીમાં 198,000 લોકોનો વધારો થયો ત્યારે 1.2 ટકાના વધારા પછી કોઈપણ ક્વાર્ટરમાં આ સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર હતો.”

ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં 0.5 ટકાના ઘટાડા સિવાય તમામ પ્રાંતો અને પ્રદેશોમાં વસ્તીમાં વધારો થયો છે. ડેટામાં, વસ્તી વૃદ્ધિનું મુખ્ય પરિબળ ‘આંતરરાષ્ટ્રીય ઇમિગ્રેશન’ હોવાનું કહેવાય છે. કેનેડાને ત્રીજા ક્વાર્ટરમાં અન્ય દેશોમાંથી 107,972 ઇમિગ્રન્ટ્સ મળ્યા હતા. સ્થળાંતર કરનારાઓ કયા દેશોમાંથી આવ્યા હતા તે અંગેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી.