એક અંદાજ મુજબ કેનેડામાં લગભગ ૮ લાખ શીખોની વસ્તી છે મતલબ કે કેનેડાની કુલ વસતીમાં શીખોની વસ્તીનું પ્રમાણ બે ટકાની આસપાસ છે એટલુંજ નહિ પણ અહીંના અર્થતંત્ર અને રાજકારણ પર પણ તેમનો પ્રભાવ વધારે છે.
કેનેડામાં સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા મોટા લોકો શીખ છે.
આ સિવાય ટ્રાન્સપોર્ટેશન અને ફેક્ટરીઓ ઉપર પણ શીખોનું વર્ચસ્વ છે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં આપેલા નિવેદનમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના મજબૂત પુરાવા હોવાનું જાહેર કર્યું ત્યારેજ લાગ્યું કે કેનેડાને ભારત કરતાં ખાલિસ્તાનવાદીઓ વધારે મહત્વના છે અને ખાલીસ્તાનીઓને કેનેડા નારાજ કરી શકે નહિ.
આવા સમયે જ ભારતે કેનેડામાં આશ્રય લઈ રહેલા ગોલ્ડી બ્રારને આતંકી જાહેર કરી ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારોને કેનેડા આશ્રય આપી રહ્યું હોવાનો મેસેજ આપ્યો છે.
આખરે કેનેડામાં ખાલીસ્તાની ચળવળ ચલાવતા ગુનેગારોને કેનેડા કેમ છાવરે છે?
–-આવો આ આખો મામલો શુ છે તે સમજીએ
કેનેડામાં શીખોની સૌથી વધારે વસતી ઓન્ટેરિયોમાં છે.
શીખ મુખ્યત્વે બ્રેમ્પટન, સરે, કેલગરી અને એડમોંટોન એ ચાર શહેરોમાં રહે છે,જસ્ટિન ટ્રુડો પોતે ઓન્ટેરિયાના છે. ટ્રુડોના પિતા કેનેડાના વડાપ્રધાન હતા ને અહીં તેમનું સારું એવું રાજકીય વર્ચસ્વ છે.
ટ્રુડો પરિવારનું રાજકીય અસ્તિત્વ ટકાવવું હોય તો ઓન્ટેરિયોમાં વર્ચસ્વ જાળવવું પડે અને આ માટે શીખોને સાચવવા પડે તેથી ટ્રુડોએ ખાલિસ્તાનવાદીઓની તરફેણ કરી રહયા હોવાનું કહેવાય છે.
અલબત્ત ટ્રુડો સરકારે નિજ્જરની હત્યામાં ભારત વિરુદ્ધ જે રીતે વર્તન કર્યું તેનાકારણે ખાલિસ્તાનવાદીઓ જોરમાં આવી ગયા છે અને પરિણામ સ્વરૂપ હવે તેઓ કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય મંદિરોને નિશાન બનાવી રહયા છે અને ભારત વિરોધી સ્લોગન લખી રહયા છે,તોડફોડ કરી રહયા છે. ખાલિસ્તાનવાદીઓ ભારત અને ભારતીયો સામે પણ સતત ઝેર ઓકી રહયા છે તેવે સમયે ભારતની કેન્દ્ર સરકારે ગોલ્ડીને આતંકી જાહેત કરી આશ્રય આપનાર કેનેડાની નીતિ વિશ્વ સમક્ષ છતી કરી છે જેથી સમગ્ર વિશ્વ પણ જાણે કે ભારત વિરોધી આતંકી ગતિવિધિ કરનાર ગુનેગારોને કેનેડા આશ્રય આપી રહ્યું છે.