કેનેડાના વડાપ્રધાન ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયા હતા ,જમૈકામાં વેકેશન દરમિયાન તેમનું પ્લેન ફરી એક વાર બંધ પડી ગયું હતું, જે બાદ કેનેડાએ તેમના માટે બીજું પ્લેન મોકલવું પડ્યું હતું.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને વારંવાર આવી રીતે શરમ જનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેમનું વિમાન વિદેશની ધરતી પર બંધ પડી ગયું છે.
ગયા વર્ષે પણ જ્યારે સપ્ટેમ્બરમાં G20 દરમિયાન ભારતમાં ટ્રુડો આવ્યા ત્યારે તેમનું વિમાન ખરાબ થઈ ગયું હતું, જેના કારણે કેનેડિયન પીએમને વધુ બે દિવસ ભારતમાં વધુ રોકાવું પડ્યું હતુ અને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

કેનેડાના વડાપ્રધાન ટ્રુડો તા.26 ડિસેમ્બરના રોજ ફેમિલી વેકેશન માટે જમૈકા ગયા હતા, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે એક રિસોર્ટમાં રોકાયા હતા,પરંતુ ગુરુવારે તેઓ પરત ફરવના હતા ત્યારેજ તેમનું પ્લેન બગડી ગયું હતું, જેના કારણે તેમને અત્યાર સુધી જમૈકામાં રહેવું પડ્યુ હતું.

કેનેડિયન આઉટલેટ સીબીસી ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો કે જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કેનેડા રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગે ટ્રુડો માટે જમૈકામાં બીજું વિમાન મોકલ્યું હતું.
ટ્રુડોનું હાલનું પ્લેન 36 વર્ષ જૂનું છે.
આમ,વિદેશમાં આ રીતે ટ્રુડો વારંવાર શરમજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે.