કેનેડાની સૌથી મોટી બેંકે તાજેતરમાં જ તેના મુખ્ય નાણાકીય અધિકારી (CFO)ને બરતરફ કર્યા છે.
કારણ જાણીને તમને નવાઈ લાગશે કે નાદીન આન નામના અધિકારીને તેના એક કર્મચારી સાથે કથિત સંબંધ હોવાનું જાણવા મળ્યા બાદ, તેને રોયલ બેંક ઓફ કેનેડા દ્વારા કાઢી મૂકવામાં આવી છે.

1999 માં, નદીન એઓન રોયલ બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું.
સપ્ટેમ્બર 2021 માં CFO બનતા પહેલા, તેણીએ ટ્રેઝરી, જોખમ, રોકાણ વ્યવહાર સહીત અન્ય નાણાકીય ભૂમિકાઓમાં કામ કર્યું હતું.

5 એપ્રિલે એક યાદી બહાર પાડવામાં આવી હતી,જેમાં બેંકે કહ્યું કે આન પર કેટલાક આરોપો લગાવવામાં આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી હતી. બાદમાં ખબર પડી કે તેના એક કર્મચારી સાથે તેના અંગત સંબંધો હતા. સંબંધના કારણે કર્મચારીને પ્રમોશન અને વળતર જેવા અનેક લાભો આપવામાં આવ્યા હતા જે બેંકના નિયમો વિરુદ્ધ હતું.

બેંકે આ બાબતને બેંકની આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું હતું. આચારસંહિતા કહે છે, જે બેંકમાં વરિષ્ઠ હોદ્દા ધરાવે છે તેઓ તમામ સંબંધોમાં આદરપૂર્ણ, પારદર્શક અને ન્યાયી હોવા જોઈએ.
બેંકે કહ્યું કે આચારસંહિતાના ઉલ્લંઘનને કારણે બંને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો જણાવે છે કે કર્મચારી નાદિન આહ્નનું વાઇસ પ્રેસિડેન્ટ અને કેપિટલ એન્ડ ટર્મ ફંડિંગના વડા કેન મેસન સાથે અફેર હતું.

બેંકે નાદિનના અનુગામી, વચગાળાના સીએફઓ તરીકે કેથરિન ગિબ્સન, તેના નાણા અને નિયંત્રકના વરિષ્ઠ ઉપાધ્યક્ષની નિમણૂક કરી છે.