ચોથી જૂને યોજાયેલી બ્રેમ્પટન ખાતેની પરેડમાં ખાલિસ્તાનીઓની શરમજનક હરકત, પૂર્વ પીએમ ઇંદિરા ગાંધીના હુમલાને વિરોધ પ્રદર્શનનો ભાગ બનાવ્યો

ભારતીય પીએમ ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી, ઓપરેશન બ્લુસ્ટારના મહિનાઓ પછી, જે ભારતીય સેના દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી શીખ આતંકવાદીઓને બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. જોકે થોડા સમય બાદ એક આઘાતજનક ઘટનામાં, તેમના શીખ અંગરક્ષકો દ્વારા દિવંગત ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી અને હવે કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓ દ્વારા આ જ ઘટનાને દર્શાવતી એક ઝાંખી 4 જૂનના રોજ 5 કિલોમીટર લાંબી પરેડનો ભાગ બનાવવામાં આવી હતી, ટ્વિટર પર પોસ્ટ કરાયેલ એક વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

ભારત સામેના વિરોધને પ્રદર્શિત કરવા માટે ખાલિસ્તાનીઓ અવાર નવાર કેનેડામાં આ પ્રકારનું પ્રદર્શન કરતા આવ્યા છે અને જોકે આ પ્રકારનું વિરોધ પ્રદર્શન ખરેખર શરમજનક કૃત્ય તરીકે ગણાવાઇ રહ્યું છે.

પૂર્વ પીએમના નિધનની ઉજવણી
કેનેડામાં ખાલિસ્તાનીઓએ ઈન્દિરાના મૃત્યુની ઉજવણી કરી અને તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ઈન્દિરા જેવું પૂતળું ખુલ્લી ટ્રકમાં રાખવામાં આવ્યું છે. તેની આસપાસ ભારતીય સેનાના યુનિફોર્મમાં સજ્જ બે શીખ યુવકો છે. બંને યુવકો પાસે પિસ્તોલ છે. આ વીડિયો આવ્યા બાદ લોકો કેનેડા સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો પૂછી રહ્યા છે કે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂકનારાઓ વિરુદ્ધ કેનેડા સરકાર હવે શું સૂઈ ગઇ લાગે છે ?

માર્ચમાં, ભારતે કેનેડિયન હાઈ કમિશનરને “તાજેતરના સમયમાં કેનેડામાં ભારતીય રાજદ્વારી મિશન વિરુદ્ધ ખાલિસ્તાની તરફી ઉગ્રવાદી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેની મજબૂત ચિંતાઓ જણાવી હતી અને નવી દિલ્હી ખાતે તેમને સમન્સ પણ અપાયું હતું. ગયા વર્ષે, ભારતે કેનેડાને “ખાલિસ્તાન” પરના જનમત પર નિંદા કરી હતી, એટલે કે અલગ શીખ રાષ્ટ્રની માંગ. વિદેશ મંત્રાલયે કહ્યું કે લોકમત ઉગ્રવાદી તત્વો દ્વારા “ખૂબ જ વાંધાજનક” અને “રાજકીય રીતે પ્રેરિત” પ્રવૃત્તિ છે.

શું કેનેડા અમેરિકાના WTC હુમલાનું પણ પ્રદર્શન કરવાની મંજૂરી આપશે ?
વિદેશી બાબતોના નિષ્ણાત સુશાંત સરિને આ વીડિયોને રિટ્વીટ કર્યો અને સવાલ પૂછ્યો, ‘કેનેડામાં આતંકવાદ અને હત્યાનું ધૃણાસ્પદ કૃત્ય. અને કેનેડા NSA કહે છે કે ભારત દખલ કરી રહ્યું છે?’ સુશાંતે બીજી એક ટ્વીટ કરીને આને અનુસર્યું અને લખ્યું કે થોડા દિવસો પછી, જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં, જો કેનેડા, બહુસાંસ્કૃતિકવાદ અને લઘુમતી અધિકારોના નામે, અલ કાયદાના સમર્થકોને વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ટકરાતા વિમાનોના ફ્લોટ્સ સાથે પરેડ કરવાની મંજૂરી આપશે ? તેથી આશ્ચર્ય પામશો નહીં. છેવટે, જો કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ હાજર છે, તો પછી ISIS અને અલ કાયદા કેમ ન હોઈ શકે?